Home Uncategorized

ગીર સોમનાથના અધ્યાપકને દરિયાઈ જીવ સૃષ્ટિ પર સંશોધન માટે અમેરિકાની સંસ્થા દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો

ગીર સોમનાથની સરકારી વિજ્ઞાન કોલેજના અધ્યાપકને દરિયાઈ જીવ સૃષ્ટિ પર સંશોધન માટે અમેરિકાની સંસ્થા દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.જે સમગ્ર ભારતમાં આ પ્રકારની સિદ્ધિ હાંસલ કરનાર એકમાત્ર પ્રોફેસર છે .ભારતનો દરિયા કિનારો આશરે 1,24,000 કિ.મી. લાંબો છે . જેમાં ગુજરાતનો આશરે 1660 કિ.મી.નો દરિયા કિનારો સૌથી લાંબો માનવામાં આવે છે . જેમાં પણ સૌરાષ્ટ્રના દરિયા કિનારો 900 કિ.મી. લંબાઈ ધરાવે છે અને ગુજરાત રાજ્યના દરીયાકાંઠે વિપુલ માત્રામાં જૈવ સંપદાનો કુદરતી ખજાનો છે . ત્યારે ગુજરાત માટે અત્યંત આનંદના સમાચાર એ છે કે , વિશ્વની નામાંકીત મરીન લેબ અને દરીયાઇજીવ સંરક્ષણ માટે કામ કરતી સંસ્થા ગુજરાતના દરિયા કાઠા પર દરિયાઇ જીવ ના સંરક્ષણ માટે કામ કરવા આગળ આવી છે . ડો.પરેશ પોરીયા છેલ્લા દસ વર્ષથી દરિયાઇ સંશોધન કરી રહ્યા હતા.વિશ્વમાં દરિયાઇ જીવવિજ્ઞાન સંરક્ષણ અને સંશોધન ક્ષેત્રે કાર્યરત અને વિશ્વ પ્રસિધ્ધ એવી અમેરીકાના ફલોરીડા સ્થિત મોટ મરીન લેબોરેટરી અને યુથ ઓસીન કન્ઝર્વેશન સમીટ દ્વારા ડો.પરેશ પોરીયાને ગ્રાન્ડ એવોર્ડ આપવામાં આવ્યો છે તથા ગુજરાતના દરિયાકાંઠા પર દરિયાઇ જીવસૃષ્ટી પર વિશેષ સંશોઘન માટે નિર્ણય કર્યો છે . આ પ્રકારની સ્કોલરશિપ હાંસલ કરનાર દેશના તેઓ પ્રથમ પ્રોફેસર છે. ભવિષ્યમાં માનવજીવ માટે દવાઓ અને ખોરાકના નવા સ્ત્રોત મળી શકે છે .

પરાગ સંગતાણી, વેરાવળ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here