Home Uncategorized

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કોડીનાર દ્રારા ૭ દિવસીય વૈજ્ઞાનિક મધમાખી ઉછેરની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ થઈ

કુષિ વિજ્ઞાન કેન્દ્ર, અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશન, કોડીનાર અને રાષ્ટ્રીય મધમાખી બોર્ડ, નવી દીલ્હીના આર્થિક સહયોગથી ગીર સોમનાથ જીલ્લાના મધમાખી પાલનમાં રસ ધરાવતા રપ જેટલા પ્રગતિશીલ ખેડૂતોને ૭ દિવસીય વૈજ્ઞાનિક મધમાખી ઉછેરની તાલીમ ૧ થી ૭ માર્ચ, ૨૦૨૧ દરમ્યાન આપવામાં આવી.
પ્રથમ દિવસે કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટયથી કરવામાં આવી ત્યારબાદ પધારેલા તમામ તાલીમાર્થીઓએ સ્વયં ઓળખ આપી. આ તાલીમના ઓર્ગેનાઈઝર અને કેવીકેના પાક સંરક્ષણ વિષય નિષ્ણાંત રમેશભાઈ રાઠોડ દ્રારા ઉપસ્થિત મહેમાનોનુ શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યુ ત્યારબાદ તેમણે જણાવ્યુ હતુ કે રાષ્ટ્રીય મધમાખી બોર્ડ, નવી દીલ્હી દ્રારા આખા દેશમા ૭૨૧ કેવીકે છે તેમાંથી ૧૦૦ કેવીકેને આ પ્રકારની તાલીમ કરવા માટે આર્થિક સહયોગ કરવામાં આવ્યો છે. વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે ગુજરાતના ૩૦ કેવીકેમાથી ૩ કેવીકેની આ પ્રકારની તાલીમ આપવા માટે પસંદગી કરવામાં આવી છે. તેમાં આપણા કેવીકેનો સમાવેશ કરવામાં આવ્યો છે તે આપણા માટે ગૌરવની વાત છે. કાર્યક્મના અધ્યક્ષશ્રી દલસુખ વઘાસીયા, ડીજીએમ-એસીએફ એ જણાવ્યુ કે આ એક અલગ પ્રકારની તાલીમ છે કે જેમાં તાલીમાર્થીઓ પોતાના રસથી પધાર્યા છે. સાથે-સાથે કેવીકેને આ પ્રકારની તાલીમ કરવા માટે અભિનંદન પાઠવ્યા. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા શ્રી જીતેન્દ્રસિંહ દ્રારા આ પ્રકારની તાલીમ સાથે અન્ય ખેતીલક્ષી માહિતી મેળવવા માટે પણ અનુરોધ કરવામાં આવ્યો.
તાલીમના બીજા દિવસે ગીર સોમનાથ જીલ્લામાં ખૂબ જ સફળતા પૂર્વક મધમાખી પાલન કરતા ડો.ધર્મેશ વાઢેળ દ્રારા મધમાખી પાલનમાં ધ્યાનમાં રાખવાની બાબતો વિશે ખૂબ જ વિગતવાર ચર્ચા કરી. કાર્યકમના ત્રીજા દિવસે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કીટક્શાસ્ત્ર વિભાગના સહ સંશોધન વૈજ્ઞાનિક ડો.ડી.એમ.જેઠવા સાહેબ દ્રારા વૈજ્ઞાનિક પધ્ધતિથી મધમાખી પાલન કઈ રીતે કરી શકાય તેની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. તાલીમના પ્રથમ ૩ દિવસ કેવીકે ખાતે અને બીજા ૪ દિવસ ગુજરાત રાજયમાં સફળતા પૂર્વક મધમાખી પાલન કરતા પ્રગતિશીલ ખેડૂતો અને સંસ્થાઓની મૂલાકાત કરવામાં આવી હતી. તેમાં સુરેન્દ્રનગર જીલ્લાના વઢવાણ તાલુકાના ખોડુ ગામે ર૫૦ થી વધારે મધ પેટીઓ મૂકવામાં આવી છે. તેમાંથી મધ કાઢવાની પ્રોસેસનુ પ્રત્યક્ષ નિદર્શન કરવામાં આવ્યુ. ત્યારબાદ નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સરદાર સ્મૃતિ કેન્દ્ર અને કેળના થડ માથી બનાવવામાં આવતી નોવેલ પ્રોડક્ટની વિગતવાર માહિતી શ્રી તુષાર દેસાઇ દ્રારા આપવામાં આવી. ગુજરાત રાજયમાં જેનુ મધમાખી પાલનમાં ખૂબ મોટુ નામ છે એવા સહયાદ્રી હની ફાર્મ, ચીખલી ખાતે મધમાખીની સંપૂર્ણ વસાહત વિષે અને મધમાખીના પુડામાં રાણી માખીના મહત્વ વિશે શ્રીમતી અસ્મિતાબેન પટેલ દ્રારા માહિતી આપવામાં આવી. આ સમગ્ર કાર્યક્રમમાં ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે હેપિલ છોડવડીયા અને સમગ્ર કેવિકે સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી. આ સમગ્ર તાલીમનું સફળ આયોજન તાલીમના ઓર્ગેનાઈઝર અને કેવીકેના પાક સંરક્ષણ વિષય નિષ્ણાત રમેશભાઈ રાઠોડ દ્રારા કરવામાં આવ્યુ હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here