સાવરકુંડલા શહેરના બન્ને મુક્તિધામમાં અગ્નિસંસ્કાર પામેલ મ્રુતકોના અસ્થી વિસર્જન કરતું સાઈ શક્તિ યુવા ગ્રુપ
હરેશ કાઠી સાવરકુંડલા
સાવરકુંડલા શહેરમાં અનેક સેવાકીય પ્રવૃત્તિ ચાલી રહી છે ત્યારે સાવરકુંડલા સાંઈ શક્તિ યુવા ગ્રુપ છેલ્લા દસ વરસથી એક વિશેષ સેવા કરી રહ્યું છે.સાવરકુંડલા સાવર સામાપાદર તેમજ કુંડલા વિભાગના બને મુક્તિધામમાં સાવરકુંડલા શહેરના લોકોને અગ્નિસંસ્કાર કરવામાં આવેલા હોય તે વ્યક્તિના અસ્થી વિસર્જન હરિદ્વાર ગંગા નદીમાં શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે વિસર્જન કરવાની કામગીરી સાઈ શક્તિ યુવા ગ્રુપ કરી રહ્યું છે ત્યારે મૃત્યુ પામનારના કુટુંબીજનો હરીદ્વાર સુધી પહોંચી ન શકે એવા પરિવારના પિતૃના અસ્થિ ગંગા નદીમાં વિસર્જન કરવાનું ભગીરથ કાર્ય સાઈ શક્તિ યુવા ગ્રુપ કરી રહ્યું છે દર છ મહિને આ ગ્રુપ દ્વારા બંને મુક્તિધામના અંદાજિત અઢીસો જેટલા અસ્થી વિસર્જન કરવામાં આવે છે મૃત્યુ પામનારના કુટુંબીજનોને બોલાવીને સાવરકુંડલા મુક્તિધામ ખાતે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ભૂદેવ પાસે પૂજા કરાવવામાં આવે છે ત્યારબાદ આ ગ્રુપ દ્વારા અસ્તિ કુંભ લઈને હરિદ્વાર ગંગા નદી મા વિસર્જન કરવા જાઈ છે.હરિદ્વાર ખાતે પણ ભૂદેવને બોલાવીને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ગંગા નદીમાં તમામ મૃત્યુ પામનાર લોકોના અસ્થિ પધરાવવામાં આવે છે સાઈ ગ્રુપ પ્રમુખ દીપકભાઈ,હિતેશભાઈ,અનિલભાઈ,ગોપાલભાઈ વકાણી,યોગેશભાઈ ગોસાઈ સહિતના યુવાનો દ્વારા આ વિના મૂલ્ય ભગીરથ કાર્ય કરી રહ્યા છે.