Home Uncategorized સાવરકુંડલાના એક માત્ર “જાનવી ટ્યુશન ક્લાસિસ” ની અંદર દર રવિવારે “ભગવત ગીતા”...

સાવરકુંડલાના એક માત્ર “જાનવી ટ્યુશન ક્લાસિસ” ની અંદર દર રવિવારે “ભગવત ગીતા” વિશે ભણાવવામાં આવે છે

સાવરકુંડલાના એક માત્ર “જાનવી ટ્યુશન ક્લાસિસ” ની અંદર દર રવિવારે “ભગવત ગીતા” વિશે ભણાવવામાં આવે છે

હરેશ કાઠી સાવરકુંડલા

સમગ્ર વિશ્વની અંદર કેલિફોર્નિયા અને કેંબ્રિડ્જ એ બે જ યુનિવર્સિટી છે જ્યા “ભગવત ગીતા” ને એક અલગ વિષય ની જેમ જ ભણાવવા મા આવે છે. એવી રીતે કદાચ સાવરકુંડલામાં શિવાજીનગર માં આવેલ ” જાનવી ટ્યુશન કલાસીસ ” ના ટ્યુટર એવા પરેશ જાદવ દ્વારા તેમને ત્યાં આવતા દરેક ધોરણ ના વિદ્યાર્થીઓને સોમવાર થી શનિવાર સુધી વિષયલક્ષી જ્ઞાન તો આપવામાં આવેજ છે પરંતુ રવિવારના દિવસે દરેક વિદ્યાર્થીને એક એક ભાગવત ગીતા ફાળવી ભાગવત ગીતાના અધ્યાય અને પાઠનું ઉત્તમ શિક્ષણ આપવામાં આવે છે અને તેના દ્વારા આવનારી પેઢીને સમજાવવામાં આવે છે કે “ભગવત ગીતા ઉત્તમ અને પ્રેરણાદાયી ગ્રંથ છે ” અને તેના અભ્યાસથી આવનારી પેઢીને કઠિન થી કઠિન પરિસ્થિતિમાં જીવન કેવી રીતે જીવવું જેનુ આજકાલની પેઢીને જ્ઞાન આપવું ખુબજ જરૂરી છે જેથી કરીને નાની ઉમર માં જીવન થી હારિને કંટાળી જે યુવાનો તણાવ અને ડિપ્રેસન નો ભોગ બની આપઘાત કરે છે તેના બદલે તેની સામે તેને લડવાની પ્રેરણા આપતો ગ્રંથ એટલે ભગવત ગીતા અને હિન્દૂ સંસ્કૃતિને ઉજાગર કરતા ગ્રંથનું જ્ઞાન આવનારી દરેક પેઢીના યુવાનોને હોવું જરૂરી છે , જ્યારે તે કાર્ય કરવાની શરૂઆત આ નાના પાયે ઉભા કરેલ ટ્યુશન કલાસીસ ના ટ્યુટર દ્વારા કરવામાં આવી છે ત્યારે ટ્યૂટર પરેશ જાદવ દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું હતું કે સાવરકુંડલા માં કોઈ પણ સ્કૂલ દ્વારા ભગવત ગીતા ને એક અલગ વિષય તરીકે સમય ફાળવવામાં આવે તો તે ખુદ ત્યાં જઈ ભગવત ગીતા જાણવા માંગતા વિદ્યાર્થીઓને ફ્રી માં ભણાવશે આવી રીતે પરેશ જાદવ દ્વારા ભગવત ગીતા પ્રત્યેની તેમની લાગણી દરેક સ્કૂલ ના સંચાલકો માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પડેલ છે અને ભગવત ગીતા ને એક જીવંત કરનાર ટ્યુશન કલાસીસ તરીકે કદાચ સાવરકુંડલા નું આ એક માત્ર જાનવી ટ્યુશન ક્લાસિસ છે..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here