Home Uncategorized શિક્ષણ અંગે માર્ગદર્શન માટે સતત કાર્યરત પરેશભાઈ કલસરીયા

શિક્ષણ અંગે માર્ગદર્શન માટે સતત કાર્યરત પરેશભાઈ કલસરીયા

બાળકોનાં અભ્યાસ માટે સતત માર્ગદર્શન આપતા પરેશભાઈ કલસરીયા 9879039160

મિત્રો…આજે વાત કરવી છે આહીર સમાજના શિક્ષીત એવા પરેશભાઈ કલસરીયા જે વાઘનગર ગામના મૂળ વતની છે. B.Sc અમદાવાદ સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી પૂરું કર્યું.જ્યાંથી તેમણે અભ્યાસ પૂરો કર્યો ત્યાંથી તેમના બાળકોએ અભ્યાસ ચાલુ કર્યો અને તેમના બંને પુત્ર IIT કોલેજમાં એ પણ સારી કોલેજ અને સારી બ્રાન્ચમાં છે એમની સાથે વાત કરતા એટલો આનંદ થાય છે કે આવા વાલી ગુજરાતમાં બહુ ઓછા છે કે જેમના બંને બાળકો IIT કોલેજમાં હોય.
બસ પછી તો તેમને બીજા બાળકોને માર્ગદર્શન આપવાનું ચાલુ કર્યું અત્યારે તેમની સાથે વોટ્સએપ ગ્રૂપ અને બ્રોડકાસ્ટ ગ્રૂપમાં આશરે 30,000 વાલીમિત્રો અને વિધાર્થીઓ જોડાયેલા છે જેમને નિયમિત ધોરણ-5 & 8 માં જવાહર નવોદય, ધોરણ-10 માં NTSE (સ્કોલરશીપ- 2,50,000), ધોરણ-11 & 12 સાયન્સમાં KVPY (સ્કોલરશીપ- 4,64,000), MBBS- NEET, NIT-JEE Main, IIT- JEE Advanced માટે બાળકો ને યોગ્ય માર્ગદર્શન આપવાનું કાર્ય ખૂબ સારી રીતે જ્ઞાનસાગર વિધાલય- સુરતથી કરી રહ્યા છે.
બાળકોનાં અભ્યાસ માટે આપણે અને આપણા બાળકોએ SUPER- 30 ફિલ્મ અચૂક જોવી જોઈએ.

મુકેશ જીંજાળા દ્વારા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here