Home Uncategorized વિસાવદર ખાતે મુલ્યે સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે

વિસાવદર ખાતે મુલ્યે સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે

સી. વી. જોશી
વિસાવદર

 વિસાવદર શ્રી વર્ધમાન સેવા સંઘ સંચાલિત શ્રી ગાઠાણી સાર્વજનિક જૈન હોસ્પિટલમાં શારીરિક રોગ અંગેનો વિનામુલ્યે નિદાન કેમ્પ

   આગમ્ દિવાકર પૂ. ગુરુદેવ શ્રી જનકમુની મહારાજ સાહેબની દસમી પુણ્યતિથી તથા શાસ્ત્ર વિશારદ પૂ. મનોહરમુની મહારાજ સાહેબની પ્રેરણાથી આગામી તા. ૧૭- ૩- ૨૦૨૧ ને બુધવારે બપોરે ૩-૦૦ થી ૬-૦૦ વાગ્યા સુધી શ્રી ગાઠાણી હોસ્પિટલ વિસાવદર મુકામે હાડકાની ઘનતા (કેલ્શિયમની ખામી) તથા સ્ત્રી રોગના ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.
 આ નિદાન કેમ્પમાં હેલ્થ પ્લસ હોસ્પિટલ જુનાગઢ ના નિષ્ણાંત ડૉક્ટરશ્રીઓ દ્વારા વિનામૂલ્યે નિદાન કરવામાં આવશે. તો દર્દીઓના રોગના ઇલાજ માટે આ કેમ્પમાં લાભ લેવા આયોજક શ્રીઓએ અનુરોધ કરેલ છે.
  ઉપરોક્ત કેમ્પમાં જુનાગઢના ડૉ. ડાયનાબેન અજુડીયા દ્વારા સ્ત્રીઓને લગતા રોગ જેવા કે ગર્ભાશયમાં સોજા, સફેદ પાણી પડવા, અનિયમિત માસિક, ગર્ભાશયની ગાંઠ અને નિઃ સંતાનપણું જેવા રોગોનું નિદાન કરવામાં આવશે. ડૉ. પ્રિયંક બગથરીયા દ્વારા હાડકાના રોગો જેવા કે ગોઠણ સાંધાના દુખાવા, કમર, ગરદન, મણકા, ગાદી ની તકલીફનું સચોટ નિદાન કરવામાં આવશે. અને ડૉ. નિયતિ ભરાડ દ્વારા તાવ શરદી, ઉધરસ, હૃદયરોગ, ફેફસાની બીમારી, ડાયાબિટીસ, પેરાલિસિસ, તાણ, આંચકી જેવા રોગોનું અસરકારક નિદાન કરવામાં આવશે.
   વધુમાં દર બુધવારે હેલ્થ પ્લસ હોસ્પિટલ ના અનુભવી ડોક્ટરો નિયમિત પણે હોસ્પિટલમાં મળી શકશે. તદુપરાંત કેલ્શિયમની તપાસ માટે આધુનિક ટેકનોલોજીના મશીન દ્વારા તપાસ અને સગર્ભા બહેનો ની સોનોગ્રાફી તદ્દન ફ્રી માં કરવામાં આવશે.
   ઉપરોક્ત કેમ્પમાં વધુમાં વધુ દર્દીઓ લાભ લે તેવી સંસ્થાના મુખ્ય વ્યવસ્થાપક અતુલ શાહ તથા મેનેજિંગ ટ્રસ્ટી ચંદ્રકાંત દફતરીની અખબાર યાદી જણાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here