રોટરી ક્લબ ઓફ આદિપુર દ્વારા ગળપાદર જેલ મધ્યે સંગીત કાર્યક્ર્મ યોજવામાં આવ્યો.
દિપક આહીર દ્વારા.
રોટરી ક્લબ ઓફ આદિપુર દ્વારા ગળપાદર જેલ મધ્યે લય અંતાણી મ્યુઝિકલ હાઊજીના સથવારે જેલના કેદીઓ સંગીતના કાર્યક્રમમાં જુમી ઉઠ્યા. કાર્યક્ર્મના માધ્યમથી જેલમાં રહેલા કેદીઓને માનસિક તણાવ દૂર થાય અને નવી જિંદગીની શરૂઆત કરવામાં આવે તે ઉદ્દેશ્યથી કાર્યક્ર્મ યોજાયો હતો.જેલમાં રહેલા કેદીઓને રમત ગમતના સામાન પણ ભેટ આપવામાં આવ્યા.કાર્યક્રમમાં ખાસ અતીથી તરીકે ત્રિકમભાઈ વાસણભાઇ આહીર ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમમાં ગળપાદર જેલના અધિક્ષક ડીએમ ગોહિલ,એબી ઝાલા,મહિપતસિંહ ઝાલા દ્વારા આવકાર આપવામાં આવ્યું હતું.રોટરી કલબ ઓફ આદિપુરના પ્રેસિડેન્ટ ઈચ્છાબેન મંગતાની, ભચાઉ તાલુકા ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ હરદેવસિંહ જાડેજા, હરેશભાઈ કલ્યાણી, રીટાબેન કેલા,સીમાબેન ક્રીપલાણી,અતુલભાઈ ગજ્જર,ઘનશ્યામભાઈ,વેલજીભાઈ આહીર,હેમકલા બેન કોઠારી ,શિવરાજસિંહ જાડેજા વગેરે મેમ્બરો અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.