રાણપુરમાં મોહસીને આઝમ મિશન ગૃપ દ્રારા ચકલી ઘર અને પાણીના કુંડા વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યા
ઉનાળાની શરૂઆત થઈ રહી છે ત્યાંજ ધોમધખતો તડકો પડી રહ્યો છે.ઉનાળા દરમ્યાન પક્ષીઓને પીવાના પાણી માટે વલખા મારવા પડે છે.ત્યારે પક્ષીઓને ઉનાળા દરમ્યાન પાણી પળી રહે અને ચકલી ને માળો બાંધવા ઘર મળી રહે તેવા ઉમદા હેતુ થી બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં મોહસીને આઝમ મિશન ગૃપ દ્વારા પક્ષીઓને પાણી માટે કુંડા વિતરણ અને ચકલીઓને રહેવા માટે ચકલીઘર વિતરણ કરવામાં આવ્યું. હુઝુર શૈખૂલ ઇસ્લામની દુઆ અને મીશન ના ફાઉંડર હશન અશ્કરી મિયાના હુકમથી આ પાણીના કુંડા અને ચકલી ઘર વિનામુલ્યે વિતરણ કાર્યક્રમ રાણપુરમાં ગોઠવવામાં આવ્યો હતો જેમાં મોહસીને આઝમ મિશન ગૃપના સભ્યો હાજર રહ્યા હતા.દરેક સમાજના લોકો મોટી સંખ્યામાં પાણીના કુંડા અને ચકલી ઘર લેવા ઉમટી પડ્યા હતા.પ્રદૂષણ ના કારણે ઘટતી જતી પક્ષી ની સંખ્યા ને કઈ રીત વધારવી તેના માટે દરેકને યોગ્ય માર્ગદર્શન પણ આપવા માં આવ્યું હતુ.વિનામુલ્યે પાણીના કુડા અને ચકલી ઘર નું વિતરણ કરવામાં આવતા પક્ષી પ્રેમી લોકો માં ખુશી નું મોજુ ફળી વળ્યુ હતુ..
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર