માણાવદર, વંથલી અને મેંદરડા તાલુકાના રસ્તાઓને મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ મંજુર કરાવતા મંત્રીશ્રી જવાહર ચાવડા
માણાવદર મત વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત સરકારના પ્રવાસન મંત્રી જવાહર ચાવડાની રજૂઆતને પ્રતિસાદ મળતા
માર્ગ અને મકાન વિભાગ દ્વારા પંચાયત હસ્તકના માણાવદર વિધાનસભા મત વિસ્તારના માણાવદર, વંથલી અને મેંદરડા તાલુકામાં રૂ. ૧૧.૬૪ કરોડના કાચાથી ડામર વાઈડનીગ રસ્તાઓ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ મંજુર કરવામાં આવેલ છે.
માણાવદર, વંથલી અને મેંદરડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ જેમકે (માણાવદર) વાડાસડા થી ભીડોરા – ૨૯૦ લાખ, (વંથલી)ખોરાસા-બદોદર રોડ – ૨૫૦ લાખ, (મેંદરડા) ઝીંઝુડા-નતાળીયા રોડ – ૧૮૨ લાખ, (મેંદરડા) મીઠાપુર – ખડપીપળી – ૧૨૦ લાખ, (વંથલી) વંથલી – સાંતલપુર રોડ – ૧૫૦ લાખ તેમજ (મેંદરડા) વાઈડનીંગ એન્ડ સ્ટ્રેન્ધનીંગ ઓફ દેવગઢ – રજવડ રોડ – ૧૭૨ લાખ મંજુર કરવામાં આવેલ છે