માંગરોળ તાલુકાના આરેણાં ગામના યુવાનોએ ત્રણ માસના બિમાર બાળક માળે ફંડ એકત્ર કર્યું
સુરેન્દ્રનગરના કાનેસર ગામના રાજદિપસિંહ સુરેન્દ્રસિંહ રાઠોડના ત્રણ માસના બાળક ધૈર્યરાજસિંહને એસેમએ૧ ની બિમારી હોય જેની સારવાર માટે અંદાજે ૧૬ કરોડનો ખર્ચ થતો હોય તેમના પરિવારની પરિસ્થિતિ સધ્ધર ન હોવાના કારણે સારવાર કરાવી શકતા ન હોય ત્રણ માસના બાળકને નવુ જીવતદાન મળી રહે તેવા પ્રયાસોથી દેશ ભરમાંથી આર્થિક ભંડોળ એકત્ર કરવામાં આવી રહેલ હોય ત્યારે માંગરોળ તાલુકાના આરેણાં ગામના યુવાનોએ ધૈર્યને આર્થિક મદદ કરવા રોડ ઉપર ઉભી વાહનચાલકો રાહદારીઓ પાસે ફંડ આપવા અપિલ કરી રહયા છે.
અહેવાલ મીલન બારડ