સી. વી. જોશી
વિસાવદર
બ્રહ્માનંદ ધામ ચાપરડા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા ક્રિકેટ મેચ યોજાયો
શ્રી બ્રહ્માનંદ વિદ્યાલય ચાપરડા ખાતેપ.પૂ. મુકતાનંદજી બાપુની પ્રેરણાથી નિર્મિત ક્રિકેટ ગ્રાઉન્ડમાં જૂનાગઢ જિલ્લાના એસ.પી. શ્રી રવિ તેજા વાસમ સેટ્ટી સાહેબ તથા સ્ટાફ ટીમ સાથે ફ્રેન્ડલી ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવેલું.
તા. ૧૩-૩-૨૦૨૧ ના રોજ રમાયેલી સીઝન ક્રિકેટ મેચના મુકાબલામાં ક્રિકેટ પ્રેમી જૂનાગઢ શ્રી એસ.પી. સાહેબ ની બોલિંગ ધારદાર સાથે અસરકારક રહી હતી. આ ક્રિકેટ મેચ પ્રસંગે જુનાગઢ આઇ.જી . શ્રી મનિન્દર પવાર સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. અને જૂનાગઢ પોલીસ ટીમ ક્રિકેટરોને બિરદાવ્યા હતા.
આ તકે સંસ્થાના કેમ્પસ એડમિનિસ્ટ્રેટર શ્રી કમલેશભાઈ ધાધલ તથા બ્રહ્માનંદ વિદ્યાલય પરિવારે પોલીસ સ્ટાફ, એસ.પી. શ્રી તથા સમગ્ર ટીમને આવકાર્યા હતા. તેમજ બ્રહ્માનંદ ધામ કેમ્પસ ડાયરેક્ટર શ્રી અર્જુનસિંહ રાઠોડ અને પૂ. મુકતાનંદ બાપુ એ અભિનંદન પાઠવ્યા હતા. તેવી એક અખબારી યાદીમાં બ્રહ્માનંદ વિદ્યા મંદિરના પી.ટી. શિક્ષક શ્રી આર.એસ બાલધિયાની યાદીમાં જણાવ્યું છે.