બોટાદ સી.સી.ટી.વી. કમાન્ડ & કંટ્રોલ ( નેત્રમ ) સર્વેલન્સ ટીમની મદદથી રીક્ષાની શોધ કરી મોબાઇલો પરત અપાવતી બોટાદ પોલીસ
મ્હે.પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર સાહેબ, ભાવનગર વિભાગ, ભાવનગરનાઓ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરી લોકોને ઉપયોગી બની સેવા કરવા સુચના આપેલ જેની મ્હે. પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા સાહેબ, બોટાદ ધ્વારા બોટાદ જીલ્લામાં અમલવારી કરાવવામાં આવી રહી છે.
બોટાદ પોલીસ સ્ટેશન ખાતે બે અરજદારો આવેલ અને જણાવેલ કે તા.૧૧/૦૫/૨૦૨૧ ના સાંજના ૭ થી ૮ વાગ્યાના દરમ્યાન બંન્ને જણા એક અજાણી રીક્ષામાં બેઠા હતા અને અમારા બંન્ને જણાના મોબાઇલો તે રીક્ષામાં પાછળની શીટમાં પડી રહેલ છે. જે અનુસંધાને સી.સી.ટી.વી. કમાન્ડ & કંટ્રોલ સેન્ટર (નેત્રમ) નો સંપર્ક કરી સ્થળ-તારીખ-સમય જણાવી હકીકત જણાવતા ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ.શ્રી એ.બી.પરમાર સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ ફરજ પરના નેત્રમના સર્વેલન્સના પોલીસ કર્મચારી તથા આઉટસોર્સથી ફરજ બજાવતા એન્જીનિયરોએ બોટાદ શહેરમાં વિશ્વાસ પ્રોજેકટ અંતગર્ત લાગેલ સી.સી.ટી.વી. કેમેરા ચેક કરી રીક્ષાનો નંબર GJ-23-Z-3725 મેળવી એલર્ટ નખાવી તે રીક્ષાની શોધખોળ કરી પોલીસ સ્ટેશન ખાતે લાવી તે રીક્ષાની પાછળની શીટમાંથી મોબાઇલો મેળવી અરજદારને પરત સોંપેલ છે.મુદામાલઃ- (૧) ઓપો કંપનીનો મોબાઇલ કિ. રૂ. ૮,૪૭૪ તથા (ર) સેમસંગ કંપનીનો મોબાઇલ કિ. રૂ. ૫,૦૦૦ આમ ઉપરોકત કામગીરીમાં CCTV કમાન્ડ & કંટ્રોલ સેન્ટર (નેત્રમ) ઇન્ચાર્જ પો.સબ. ઇન્સ.શ્રી એ.બી.પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના આ.લો. રાજેશભાઇ અંબારામભાઇ કણસાગરા તથા અના.લો. જયંતીભાઇ કાળુભાઇ પરમાર તથા આ.સોર્સ સીની.એન્જી. અજય બી. મુળિયા તથા જુની.એન્જી. અશ્વિન બી. સોનાગરા તથા જુની.એન્જી. કિશન કે.સાબવા નાઓ જોડાયેલા હતા.
બ્યુરોરિપોર્ટ. ઉમેશ ગોરાહવાબોટાદ