Home Uncategorized બાળકોને વેક્સિનેશન બાબતે બાળ રોગ નિષ્ણાંત ડો.હર્ષા ગાધેના મહત્વના સૂચનો

બાળકોને વેક્સિનેશન બાબતે બાળ રોગ નિષ્ણાંત ડો.હર્ષા ગાધેના મહત્વના સૂચનો

બાળકોને વેક્સિનેશન બાબતે બાળ રોગ નિષ્ણાંત ડો.હર્ષા ગાધેના મહત્વના સૂચનો

જુનાગઢ ખાતે લિટલ વિગસ હોસ્પિટલના ડો.હર્ષા ગાધે એ તાજેતરમા શરૂ કરવામાં આવેલ ૧૫ થી ૧૮ વર્ષના બાળકો માટે વેક્સીનેશન અંગે વેક્સીનેશનની જરૂરીયાત,કાળજી બાબતે જરૂરી સુચનો કર્યો હતા.

ડો.હર્ષા ગાધે એ જણાવ્યું હતું કે બાળકોની કોરોના થી બચાવવા વેક્સિનેશન સો ટકા ઉપયોગી છે.દરેક વાલીઓએ પોતાના બાળકને ચોક્કસ પણે વેક્સિનેશન કરાવવું જોઈએ. વેક્સિન ક્યાં મૂકાવવા અંગે જણાવ્યું હતું કે સરકારશ્રીની COVIN એપ્લિકેશન પર બાળકના માતા-પિતાના આઈડી પરથી નોંધ કરાવી બાળક માટે ડોઝ બુક કરાવી શકાય છે. હાલમાં વેક્સિન PHC/CHC તેમજ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલમાં મૂકવામાં આવે છે. દરેક બાળકો સુધી વેક્સિન પહોંચતી કરવા સરકાર શ્રી દ્વારા શાળાઓમાં પણ વેક્સિન કેમ કરવામાં આવી રહ્યા છે.

                         વેક્સિનેશન અંગે લોકોમાં પ્રવૃત્તિ શંકા કુશંકાઓ અંગે ડોક્ટર હર્ષા ગાંધીએ જણાવ્યું હતું કે વાલીઓ એવું વિચારે છે કે વેક્સિન લેવાથી મારા બાળકને કોઈ આડ અસર નહીં થાયને ? તેમણે જણાવ્યું હતું કે બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ સારી હોય છે ક્યારેક વેક્સિનેશન બાદ બાળકને હળવો તાવ આવી શકે છે. થોડોક થાક લાગે એ સામાન્ય છે. આ બંને લક્ષણો રસીએ પોતાની કામગીરી શરૂ કર્યાનું એંધણ છે. વેક્સિનેશન બાદ બાળકને જો તાવ કે મકાન જેવું ન લાગતું હોય તો કોઈ આરામની  જરૂર નથી તે પોતાની સ્કુલે જઈ શકે છે.

            બાળકને કયા સંજોગોમાં અત્યારે વેક્સિનેશન ના કરવું જોઈએ તે અંગે જણાવ્યું હતું કે જો તમારા બાળકને હાલમાં હળવો તાવ કે શરદી જેવું હોય તો ૭ કે ૧૪ દિવસ સુધી વેક્સિનેશન માટે રાહ જોવી જોઈએ.

     બાળકો ને કેવો ખોરાક આપવો જોઈએ તે અંગે જણાવ્યું હતું કે બહારનો ખોરાક હાલના સંજોગોમાં સદંતર બંધ કરવો જોઈએ તેમજ વિટામીન સી યુક્ત તેમજ એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર ખોરાક બાળકને આપવો જોઈએ. સાથોસાથ બાળક સોશિયલ ડિસ્ટનસ, આ માસ્કને વારંવાર હાથ ને તે જ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. વધુમાં જણાવ્યું હતું કે ખોટું ગભરાવાની જરૂર નથી પરંતુ સાવચેતી એટલી જ સલામતી તે આ વાક્યને અનુસરવું ખૂબ જ જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here