Home Uncategorized પી.એસ.આઈ ની ભરતીમા અનું.જાતિ સમાજને અનામત મુદ્દે અન્યાયના વિરોધમા વિદ્યાર્થીઓ તથા સમાજ...

પી.એસ.આઈ ની ભરતીમા અનું.જાતિ સમાજને અનામત મુદ્દે અન્યાયના વિરોધમા વિદ્યાર્થીઓ તથા સમાજ ના આગેવાનો દ્વારા કલેક્ટર ને આવેદપત્ર પાઠવ્યુ

પી.એસ.આઈ ની ભરતીમા અનું.જાતિ સમાજને અનામત મુદ્દે અન્યાયના વિરોધમા વિદ્યાર્થીઓ તથા સમાજ ના આગેવાનો દ્વારા કલેક્ટર ને આવેદપત્ર પાઠવ્યુ

ગુજરાત રાજ્યમાં છેલ્લા ૨૦ વર્ષથી અનામત નીતિનો પૂર્ણ અમલ થતો નથી અને અનામત નીતિના નામદાર સુપ્રિમ કોર્ટ તથા નામદાર હાઇકોર્ટ ચુકાદાઓની રાજ્યના વિવિધ વિભાગો અને કેડરમાં સીધી ભરતી સમયે જાણી જોઈને અવગણના કરવામાં આવી રહી છે. એવું લાગી રહ્યું છે ત્યારે હાલમાં ગુજરાત રાજ્ય પોલીસ દળ વર્ગ-૩ પી.એસ.આઇ ની ભરતી જગ્યાઓની સીધી ભરતીની જાહેરાતમાં બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર ની કુલ ૩૦૦ જગ્યામાંથી અનુસૂચિત જાતિ માટે માત્ર એક જગ્યા અનામત આપી અનામત નીતિ તથા સુપ્રીમ કોર્ટ થતા નામદાર હાઇકોર્ટ ના ચુકાદાની અવગણના કરવામાં આવી છે .ત્યારે જુનાગઢ અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓ દ્વારા જૂનાગઢ કલેકટરશ્રીને આવેદન પત્ર પાઠવી યોગ્ય ન્યાય મળે તે હેતુથી બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ પોતાની રજૂઆત કરી હતી.

એક તરફ જ્યારે ભારતનું યુવાધન બે રોજગારના ખપ્પરમાં હોમાઈ રહી છે. ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી .ભરતી મા ઉમેદવારોની અંતિમ પસંદગીમાં શૈક્ષણિક મેરીટ ને ધ્યાને લેવામાં આવે માત્ર ઇન્ટરવ્યૂ ને આધારે ભરતી કરવામાં ના આવે..રાજ્ય સરકાર હસ્તક તમામ વિભાગોને અનુદાનિત બધા જ આયોગ બોર્ડ નિગમ સંસ્થાઓમાં વર્ગ ૧ થી ૪ ની સીધી ભરતીમાં બેકલોગ રહેલી સંખ્યાઓ જાહેરાત ના નિયમ મુજબ અલગથી દર્શાવવામાં આવે .જેનો અમલ ગુજરાત રાજ્યમાં કરવામાં આવતો નથી. તાત્કાલિક ધોરણે પોલીસ ભરતીમાં અનુસૂચિત જાતિ સમાજને થતા અન્યાય અટકાવી યોગ્ય ન્યાય કરવામાં નહિ આવે તો અનુસૂચિત જાતિ સમાજના વિદ્યાર્થીઓ તેમજ જીતુ મણવર, પ્રમુખ અનુ,જાતિ સમાજ જૂનાગઢ જીલ્લા, તેમજ દિનેશ પાતર,કિરીટ વઘેરા, વિકી સોલંકી, કરણ જાદવ વિગેરે આગેવાનો હાજર રહ્યા. ડો. બાબા સાહેબ આંબેડકર ના ચીંધેલા માર્ગે વિદ્યાર્થી સંગઠનો તથા સમાજના આગેવાનો દ્વારા ઉગ્ર આંદોલન કરાશે એવું વિદ્યાર્થીઓ જણાવવામાં આવ્યું હતું .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here