Home Uncategorized પાવર પ્લાન્ટ માટે સંપાદિત કરેલ જમીન ખેડૂતોને પરત કરવા માંગ કરતાં ધારાસભ્ય...

પાવર પ્લાન્ટ માટે સંપાદિત કરેલ જમીન ખેડૂતોને પરત કરવા માંગ કરતાં ધારાસભ્ય અમરીશ ડેર

રાજુલા જાફરાબાદના ધારાસભ્ય દ્વારા વિધાનસભા સત્રમાં વિસ્તારના પ્રશ્નો અંગે ધારદાર રજૂઆતો કરી

આજે વિધાનસભા સત્ર દરમ્યાન રાજુલાના ધારા સભ્યશ્રી અમરીશભાઇ ડેર દ્વારા પોતાના મત વિસ્તારના રામપરા,ઉચૈયા,ભેરાઈ ગામોના ખેડૂતો પાસેથી સરકારશ્રીએ અંદાજે 25 વર્ષ પહેલાં પરાણે 800 એકર જમીન એક હજાર મેગાવોટ પાવર ઉત્પાદન કરવા “ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ” માટે સંપાદિત કરી હતી.તે જમીનનો આજદિન સુધી ઉપયોગ કરેલ નથી માટે કાં તો આ જમીન ખેડૂતોને પરત આપો અથવા તો આ બજેટમાં સરકારશ્રીએ પીપાવાવ વિસ્તારમાં GIDC બનાવવા માટે આયોજન કર્યું છે તો આ જમીનમાં GIDC બનાવવા ઉપયોગ કરે તેવી માંગ કરી હતી.

વિધાનસભા સત્રમાં બોલતા મીઠું પકવતા નાના આગરિયાઓ પાસે 2 એકરથી 20 એકર જમીન લીઝ સ્વરૂપે છે તેને એ જમીનો ખાલી કરાવવા નોટિસો આપવાને બદલે રીન્યુ કરી આપવી જોઈએ તેવી માંગ કરી હતી.

સાથે સાથે આપણાં રાજુલા-જાફરાબાદમાં હક્કપત્રક (નમૂના નંબર 6) માં સ્કેન કરેલી કોમ્પ્યુટરાઈઝ કોપી વાંચી ન શકાય એવી સ્થિતિ છે માટે ફરી વખત આવી કોપી સ્કેન કરી અપલોડ કરવા માટે માંગણી કરી જેથી ખેડૂતોના સમય અને પૈસાનો વ્યય ન થાય.
વધુમાં વિધાનસભા સત્ર દરમિયાન અમરીશભાઈ ડેરે જણાવ્યું હતું કે હું આભાર માનું છું મહેસુલ મંત્રીશ્રીનો કે જેમણે ઉપરોક્ત બાબતની ગંભીરતાથી નોંધ લીધી.

આતાભાઇ વી.વાઘ વિકટર,રાજુલા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here