નિર્દોષાનંદ સરસ્વતી આશ્રમે મહા શિવરાત્રીની ઉજવણી કરવામાં આવી
હરેશ કાઠી સાવરકુંડલા
શિવરાત્રિના પાવન પ્રસંગની નિર્દોષાનંદ સરસ્વતી આશ્રમે મહા શિવરાત્રીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.
શિવરાત્રિના પાવન અવસરે નિર્દોષાનંદ આશ્રમ ખાતે અમરેલી જિલ્લાના સાંસદ નારણ કાછડિયા,પુર્વ કૃષિમંત્રી વી.વી.વઘાસીયા,પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ હિરેન હીરપરા ઉપસ્થિત રહ્યા હતા.
આજના આ પ્રસંગે નિર્દોષાનંદ સરસ્વતી મહારાજના જીવન ચરિત્રના ગ્રંથનું વિમોચન કરવામાં આવ્યું હતુ.
ભોલાનદ સરસ્વતી સ્વામી અને દાતાના હસ્તે ગ્રંથનું વિમોચન કરવામાં આવ્યું.
ગ્રંથના વિમોચન સાથો સાથ સાનિધ્યએપ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી
નીશુલ્ક ચાલતી ટીંબી માનવસેવા હોસ્પિટલના દાતાશ્રીઓનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યુ હતુ.
મહા શિવરાત્રીના પાવન અવસરે મોટી સંખ્યામાં ભાવિક ભકતોની હાજરી રહી હતી.