Home Uncategorized નાના બાળકો ને થતા કોરોના અંગે જરૂરી સુચનો આપતા મોરબીના બાળરોગ નિષ્ણાંત...

નાના બાળકો ને થતા કોરોના અંગે જરૂરી સુચનો આપતા મોરબીના બાળરોગ નિષ્ણાંત તબિબ ડો. મનિષ સનારીયા

નાના બાળકો ને થતા કોરોના અંગે જરૂરી સુચનો આપતા મોરબી ના બાળરોગ નિષ્ણાંત તબિબ ડો. મનિષ સનારીયા

શું કોરોના બાળકો ને થઈ શકે? ચેપ ક્યાથી અને કેવી રીતે લાગે? નાના બાળકો મા કોરોના ના ક્યા લક્ષણો જોવા મળે છે? ક્યા પ્રકાર ના રીપોર્ટ કરાવવા? બાળક ની કઈ રીતે સારવાર કરવી? કઈ રીતે સંક્રમણ થી બચાવવુ? વગેરે બાબતો અંગે માહીતી આપતા સ્પર્શ બાળકો ની હોસ્પીટલ વાળા ડો. મનિષ સનારીયા

      પ્રવર્તમાન સમયે સમગ્ર વિશ્વ મા કોરોના વાઈરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે ગુજરાત રાજ્ય તેમજ મોરબી જીલ્લો પણ તેમાથી બાકાત રહ્યો નથી. દીન-પ્રતિદીન કોરોના ના કેસ તેમજ મૃત્યુઆંક વધી રહ્યો છે ત્યારે દરેક લોકો ને ઘર ના વડીલો ની સાથે નાના બાળકો ની ચિંતા સતાવતી હોય છે. કોરોના વાઈરસ ના નવા સ્ટ્રેન મા નવજાત શિશુ ઉપરાંત નાના બાળકો મા પણ કોરોના નો ચેપ લાગવા નુ પ્રમાણ વધ્યુ છે ત્યારે માત-પિતા ને મુંઝવતા પ્રશ્નો ના ઉકેલ અંગે મોરબી ના બાળરોગ નિષ્ણાંત તબિબ સ્પર્શ બાળકો ની હોસ્પીટલ વાળા ડો. મનિષ સનારીયા એ જરૂરી સુચનો કર્યા છે. જે નીચે મુજબ છે.

શું કોરોના નુ ઈન્ફેક્શન બાળકો ને થઈ શકે?

-હા, પ્રથમ વેવ ની સરખામણીએ બીજી વેવ મા બાળક મા સંક્રમણ નુ પ્રમાણ વધારે જોવા મળે છે પરંતુ મોટાભાગ ના બાળકો મા ગંભીર લક્ષણો જોવા મળતા નથી તેથી તેઓ સાજા થઈ જાય છે.

બાળકો ને ચેપ ક્યાંથી લાગી શકે?
-બહાર થી આવતા ઘરના વડીલો તથા શેરી-ગલ્લાઓ મા રમતા બાળકો સંક્રમિત વ્યક્તિ ના સંપર્ક મા આવતા ચેપગ્રસ્ત થઈ શકે.

નાના બાળકો મા કોરોના ના ક્યા પ્રકાર ના લક્ષણો જોવા મળે છે?

  • સામન્ય રીતે તાવ, શરદી-ખાંસી, ઉલ્ટી, ઝાડા, શરીર-પેટ-માથા નો દુખાવો જેવા લક્ષણો જોવા મળે છે પરંતુ જો સંક્રમણ વધારે ફેલાય તો ખુબ જ અશક્તિ, ખોરાક બંધ થઈ જવો, ખુબ જ ઉધરસ આવવી, શ્વાસ લેવા મા તકલીફ જેવા ગંભીર લક્ષણો જોવા મળે છે.

ક્યા પ્રકાર ના રીપોર્ટ થી બાળકો મા કોરોના જાણી શકાય?
-સામાન્ય રીતે નાક માંથી સેમ્પલ લઈ રેપીચ એન્ટિજન ટેસ્ટ અથવા RTPCR ટેસ્ટ દ્વારા કોરોના ની તપાસ થઈ શકે. ઘણી વખત રેપીડ ટેસ્ટ નેગેટીવ આવે તો પણ લક્ષણો જણાતા RTPCR ટેસ્ટ કરાવવો હીતાવહ છે. મોટા ભાગ ના બાળકો મા સામાન્ય લક્ષણો જોવા મળતા હોય છે તેથી બ્લડ ટેસ્ટ ની કોઈ આવશ્યકતા રહેતી નથી પરંતુ ગંભીર લક્ષણો ધરાવતા બાળકો માટે ડોક્ટર ની સલાહ મુજબ CBC, CRP, SGPT, LFT, D-dimer, S.Ferritine સહીત ના ટેસ્ટ કરાવવા મા આવે છે.

બાળકો નો કોરોના ટેસ્ટ ક્યારે કરાવવો?
-ઘર મા કોઈ વ્યક્તિ કોરોના પોજીટીવ આવે , ઘરના કોઈ સભ્ય કે બાળક મા શંકાસ્પદ લક્ષણો જણાય તો પરિવાર ના દરેક સભ્યો નો કોરોના ટેસ્ટ કરાવવો હીતાવહ છે જેથી સંક્રમણ ને આગળ વધતુ અટકાવી શકાય.

બાળકો ના RTPCR ટેસ્ટ મા ct વેલ્યુ ઓછી હોય તો તે ગંભીર બાબત છે?

-ના, બાળકો ના ટેસ્ટ મા ct વેલ્યુ મહત્વ ની નથી. તેના પરથી ગંભીરતા નો અંદાજ ન લગાવી શકાય.

શુ બાળકો મા છાતી નો સીટી સ્કેન કરાવવો જરૂરી છે?

-ના, મોટાભાગ બાળકો મા ફેફસા મા ચેપ ઝડપથી ફેલાતો નથી તેથી તેવા બાળકો નો સીટી સ્કેન જરૂરી નથી પરંતુ અમુક કેસ મા બાળકો મા ગંભીર લક્ષણો જણાય તો ડોક્ટર ની સલાહ થી સીટી સ્કેન કરાવવા મા આવે છે.

બાળકો ને કોરોના થાય તો કઈ સારવાર આપવા મા આવે છે?

-મોટાભાગ મા બાળકો મા કોરોના ના સામાન્ય લક્ષણો જ જોવા મળતા હોય છે જેથી તેમને માત્ર તાવ, ખાંસી તેમજ સામાન્ય એન્ટી બાયોટીક જેવી દવાઓ આપવાથી સાજા થઈ જતા હોય છે પરંતુ ગંભીર લક્ષણો ધરાવતા બાળકો ને લક્ષણો પ્રમાણે દવા આપવા મા આવે છે.

કોરોના ગ્રસ્ત બાળક ની ઘરે કઈ રીતે સારવાર કરવી?

-ડોક્ટર ની સલાહ મુજબ દવા આપવી, ખુબ પાણી પીવડાવવુ, ઘરે બનાવેલો તાજો સંતુલીત આહાર આપવો, હુંફાળુ પાણી આપવુ, શક્ય હોય તો સવાર-સાંજ વરાળ નો નાશ આપવો.

બાળક સંક્રમિત થાય તો તેને ૧૪ દીવસ આઈસોલેટ કઈ રીતે કરવુ? તે એકલુ કઈ રીતે રહી શકે?

-સામાન્ય રીતે ઘર ના વ્યક્તિ સંક્રમિત થાય તો જ બાળક સંક્રમિત થાય છે તેથી બાળક ને એકલુ ન રાખવુ. માતા-પિતા સાથે જ રાખવુ પરંતુ જે લોકો સંક્રમિત ન હોય તેમણે માસ્ક પહેરવુ, સેનિટાઈઝર સહીત ની તકેદારી રાખવી. ઘરના વડીલો તથા બિમારી ધરાવતા લોકો થી સંક્રમિત બાળક ને દુર રાખવુ.

ઘર મા બધા કોરોના પોઝીટીવ છે, માત્ર બાળક જ નેગેટીવ છે, તેને બીજા ના ઘરે મોકલી દઈએ?

-ના, બાળક મા શંકાસ્પદ લક્ષણો ન હોય તો પણ તે પોઝીટીવ થવા ની શક્યતાઓ રહેલી છે માટે તેને બીજા ના ઘરે મોકલીએ તો તે લોકો ને પણ ચેપ લાગવા ની શક્યતા રહેલી છે.

કોરોના પોઝીટીવ માતા નવજાત શિશુ ને સ્તનપાન કરાવી શકે?
-મોટાભાગે ડીલીવરી સમયે કોરોના પોઝીટીવ માતા નુ બાળક પોઝીટીવ થઈ જ ગયેલ હોય છે. ગંભીર લક્ષણો ન જણાય તો રીપોર્ટ ની જરૂર રહેતી નથી. માતા માસ્ક પહેરી ને બાળક ને સ્તનપાન કરાવી શકે.

નાના બાળકો ને કોરોના થી બચાવવા શુ કરવુ?
-ઘર ની દરેક બહાર જતી વ્યક્તિઓ એ માસ્ક પહેરવુ, સોશિયલ ડીસ્ટન્સિંગ નુ પાલન કરવુ, હેન્ડ સેનિટાઈઝેશન કરવુ, બહાર થી આવી ને સ્નાન કરી લેવુ, કપડા બદલી ને જ બાળક ની નજીક જવુ. ઘર મા કોઈ ને પણ શંકાસ્પદ લક્ષણો જણાય તો સેલ્ફ આઈસોલેટ થવુ તેમજ તુરંત જ ટેસ્ટ કરાવી લેવો.

બાળક ને કુમળા મન ને કોરોના ની માનસિક અસર થી બચાવવા શુ કરવુ?

-બાળક ની સામે કોરોના ના વિશે ની બહુ વાતો ન કરવી, કોરોના મા મૃત્યુ પામનાર વ્યક્તિઓ વિશે વાતો ન કરવી, બાળક ને સર્જનાત્મક પ્રવૃતિઓ તરફ વાળવુ, શાળા તરફ થી આપવા મા આવતુ અભ્યાસકાર્ય કરાવવુ, બાળક ના મિત્ર બની તેની સાથે સમય પસાર કરવો, બાળક પ્રફુલ્લિત રહે તેવુ વાતાવરણ સર્જવુ, ઘર મા કોઈ હોમ આઈસોલેટ હોય તો બાળક ને તેના વિશે યોગ્ય રીતે સમજાવવુ જેથી તેના મન પર નબળી અસર ન પડે.

સ્તનપાન કરાવતી માતા ને કોરોના પોઝીટીવ આવે તો બાળક ને સ્તનપાન કરાવી શકાય?

-સામાન્ય રીતે ૧.૫ વર્ષ સુધી બાળક સ્તનપાન કરતુ હોય છે ત્યારે સ્તનપાન કરાવતી માતા નો કોરોના પોઝીટીવ આવે તો તે સ્તનપાન કરાવી શકે પરંતુ તેણીએ સ્તનપાન કરાવતી વખતે ડબલ માસ્ક પહેરવુ, વારંવાર હેન્ડવોશ તેમજ સેનિટાઈઝર કરવુ તેમજ સ્તનપાન ના કપડા અલગ રાખવા, સ્તનપાન કરાવ્યા બાદ બાળક ને પોઝીટીવ માતા થી દુર રાખવુ. કોરોના પોઝીટીવ માતા એ સ્તનપાન કરાવતી વખતે બાળક સામે છીંક કે ઉધરસ ન ખાવી અથવા ડબલ માસ્ક થી મોં ઢાકવુ સહીત ની ડબલ કાળજી રાખવી.

મહેશ ચાવડા દ્વારા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here