Home Uncategorized દેશની આઝાદી ચળવળમાં રાણપુરનું અનેરૂ યોગદાન રહ્યુ છે -સાંસદ રમેશભાઈ ધડુક

દેશની આઝાદી ચળવળમાં રાણપુરનું અનેરૂ યોગદાન રહ્યુ છે -સાંસદ રમેશભાઈ ધડુક

રાણપુરમાં મનુભાઈ શેઠ સ્કુલ ખાતે આઝાદીના અમૃત મહોત્સવ શુભારંભ કાર્યક્રમ યોજાયો

દેશની આઝાદી ચળવળમાં રાણપુરનું અનેરૂ યોગદાન રહ્યુ છે -સાંસદ રમેશભાઈ ધડુક

 ભારતની આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીના અવસરે આઝાદીના અમૃત મહોત્સવ ની રાષ્ટ્રવ્યાપી ઉજવણીનો અમદાવાદના સાબરમતી આશ્રમથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પ્રારંભ કરાવ્યો હતો. જે અંતર્ગત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં રાજય સરકાર ધ્વારા આ ઐતિહાસિક દાંડીકૂચના દિવસે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બોટાદ જિલ્લાના રાણપુરની મનુભાઈ અમૃતલાલ શેઠ ઇંગ્લીશ મીડિયમ સ્કુલ ખાતે પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુકની ઉપસ્થિતિમાં આઝાદી અમૃત મહોત્સવ શુભારંભ કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે સાંસદ રમેશભાઇ ધડુકે પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે આઝાદીની ચળવળમાં દેશના અનેક રાજયો અને નામી- અનામી સ્વાતંત્ર્ય વીરોનું યોગદાન રહેલું છે. જેમાં રાણપુરનું પણ આઝાદીના આ મહા સંગ્રમમાં મહત્વની ભૂમિકા રહેલી છે. રાણપુર ખાતેથી સ્વાતંત્ર્ય સેનાનીઓ દ્વારા આઝાદી સમયે ઘણા કાર્યો કરવામાં આવતા હતાં. આઝાદીની લડાઇમાં દેશના અનેક સપૂતોએ કોઇપણ પરવા કર્યા વગર પોતાના જીવની આહૂતિ દેશ માટે આપી દીધેલ છે. 

તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજય સરકારે લોકોની સુખાકારી માટે અનેકવિધ લોકકલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે. સૌની યોજના થકી સિંચાઇ તેમજ પીવાના પાણીની મુશ્કેલીનું નિરાકરણ કરેલ છે. જેના થકી આજે રાજયનો ખેડૂત સમૃધ્ધ થયો છે. દેશના કુશળ વિહવટ થકી કોરોનાની વિકટ પરિસ્થિતિમાં બહાર આવેલ છે, તેમ પણ વધુમાં ઉમેર્યું હતું. આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા કલેકટર વિશાલ ગુપ્તાએ ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે આઝાદી પર્વની અનેક ગાથાઓ છે. દેશના અનેકવિધ સ્થળો પૈકી બોટાદ જિલ્લાનું પણ મહત્વનું યોગદાન રહેલું છે. બોટાદ જિલ્લો રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ રહી છે. જેમણે પોતાના જીવનનો મોટાભાગનો સમય આ જિલ્લામાં પસાર કરેલ હતો. સ્વતંત્રતા સંગ્રામ સાથે લાંબો સમય જોડાઇ અનેક પ્રવૃત્તિઓ રાણપુર- બોટાદ ખાતેથી સંચાલિત થતી હતી.તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ૧૨ મી માર્ચે દાંડી સત્યાગ્રહનો પ્રારંભ થયો હતો. જેમાં રાણપુરનું મહત્વનું યોગદાન રહેલું છે. સૌરાષ્ટ્રમાંથી સ્વાતંત્ર્ય સેનાનીઓ રાણપુરમાં સ્મશાન છાવણી ખાતે ભેગા થઇ બ્રીટીશ સાશન સામે પડકાર આપી આઝાદીની સફળતા માટે મથામણ કરતા હતાં. તેમણે દેશની સ્વતંત્રતાની ચળવળને લાંબા સમય સુધી જીવંત રાખવા ઉપસ્થિત સમુદાયને આહવાન કર્યું હતું.આ પ્રસંગે સ્વચ્છતા રેલી, સફાઇ અભિયાનનું આયોજન, લીંબડાના ઝાડ તેમજ ઝવેરચંદ મેઘાણીની પ્રતિમાને હારતોરા કરવામાં આવેલ હતાં. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં રાણપુરની ભૂમિકા અંગેની ફિલ્મ અને ગાંધી આશ્રમના કાર્યક્રમનું લાઇવ નિદર્શન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે નિવાસી અધિક કલેકટર મુકેશ પરમાર, નાયબ કલેકટર સંકેતભાઇ પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી ધારાબેન પટેલ, ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકીભાઇ મેઘાણી,મુકુંદભાઇ વઢવાણા,ગોવિંદસિંહ ડાભી,ડો.જગદીશભાઈ પંડ્યા,હરીભાઈ સભાડ,વિનોદભાઈ સોલંકી,ધીરૂભાઈ ઘાઘરેટીયા,ગૌતમભાઈ ધાધલ,વિજયભાઈ પરીખ,પ્રકાસભાઈ સોની,નરેન્દ્રભાઈ દવે સહિત વિશાળ સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતાં.

તસવીરઃવિપુલ લુહાર,રાણપુર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here