દિલ્લી,જંતર મંતર ખાતે આહીર અર્જુન આંબલીયાના આંદોલને પકડ્યું જોર
ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો અને સેનામાં આહીર રેજીમેટના નિર્માણ માટે જંતર મંતર ખાતે 74 દિવસ થી અનિશ્ચિત સમય ધરણા કરી આહીર અર્જુન આંબલીયા શાંતિપૂર્ણ આંદોલન કરી રહ્યા છે. ત્યારે આજ રોજ દેશના અલગ અલગ રાજ્યો માંથી ઘણાં સંગઠનો તથા સંસ્થાઓના પ્રતિનિધિઓએ રૂબરૂ આવી સમર્થન આપ્યું હતું..જેમાં અખિલ ભારતીય યાદવ મહાસભા,અખિલ ભારતીય યદુવંશી મહાસભા, સ્કાય ગૃપ,આહીર રેજીમેંટ સંઘર્ષ સમિતિ,આહીર એક્તા મંચ ગુજરાત,બજરંગ ગૃપ,મેઘપુર વગેરેના પદાધિકારીઓ હાજર રહ્યા હતા અને બધાએ બન્ને રાષ્ટ્રહિતોની માંગો માટે એક મંચ પર આવવા અને એક એક વ્યક્તિને આ આંદોલનમાં જોડવા માટે સંકલ્પ લીધો હતો.
આ સાથે હાજર રહેલ દરેક વ્યક્તિએ એક અવાજે નારાબાજી કરી રક્ષામંત્રીજી અને રાષ્ટ્રપતિજીને આવેદનપત્ર આપી આ બન્ને માંગોને પુરી કરવા તેમજ આહીર અર્જુન આંબલીયાને આ માંગો માટે કાયમ ધરણાંની પરમિશન માટે નિવેદન કરવામાં આવ્યું હતું..
દરેકનો ઉત્સાહ અને જોશ જોતા એવું લાગી રહ્યું છે કે આ આંદોલન આવતા દિવસોમાં હવે વિકરાળ સ્વરૂપ ધારણ કરશે..
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા