જૂનાગઢ મેંદરડાના નિવૃત તબીબ સાથે કરોડોની ઠગાઈ કરનાર નાઈજીરીયન ગેંગનો માસ્ટર માઈન્ડ ઝડપાયો

જૂનાગઢ મેંદરડાના નિવૃત તબીબ સાથે ૧.૩૨ કરોડની છેતરપિંડી કરવાના મામલે દિલ્હીમાંથી અગાઉ એક ઝડપાયા બાદ વધુ એક નાઇજીરીયનને જૂનાગઢ પોલીસે ઝડપી લીધો છે નિવૃતતબીબ સાથેની કરોડોની ઠગાઈ મામલે ઝડપાયેલો શખસ માસ્ટર માઈન્ડ હોવાનું પણ પોલીસ માની રહી છે.

જુનાગઢ મેંદરડાના નિવૃત તબીબ સાથેની ૧.૩૨ કરોડની ચોક્કસ મોડસ ઓપરેન્ડી અપનાવી ઠગાઈ મામલે દિલ્હીમાંથી એકે નાઈજીરીયન ઝડપાયા બાદ જૂનાગઢ રેન્જ ડી.આઇ.જી ના સાયબર સેલ વિભાગ ના સ્ટાફે આ કેસના માસ્ટર માઈન્ડ ગણાતા વધુ એક નાઈજીરીયન શબ્સને દિલ્હીમાંથી ઝડપી લઈને લાખોની છેતરપીંડીનો પર્દાફાશ કર્યો છે.

સાયબર સેલના પી.આઈ આર.વી.વાજાએ જણાવ્યું હતું કે, મેંદરડાના નિવૃત તબીબ જીવરાજભાઈ પાનસુરીયા ઉ.70 સાથે ક્સબુકમાં ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલીને વિદેશી વસ્તુઓની ગીફ્ટ મોકલી પાર્સલ છોડાવવાની મોડસ ઓપરેન્ડી અપનાવી
ચીજ-વસ્તુઓના પાર્સલ છોડાવવાના બદલામાં 1.32. કરોડથી વધુની રકમનું ફ્રોડ થયાની ફરિયાદ બાદ જે કેસમાં થોડા દિવસો પહેલા પીએસઆઈ પી.જે. રામાણી સહિતના સ્ટાફે દિલ્હીથી નાઇજીરીયાના પ્રિન્સ ચુકવ જ્યોર્જ માર્ટીન નામના શખ્સને ઝડપી લઈને રિમાન્ડ મેળવી પૂછતાછ કરી હતી.
તેમાં પોલીસને વધુ વિગતો મળતા આ કેસના માસ્ટર માઈન્ડ નાઈજીરિયાના અલીબોર હેનરી સેટરડે ઉર્ફે આલ્બર્ટ ઉંમર વર્ષ 34 વાળા શખ્સને દિલ્હીના પેસ્ટી પેલેસ આઉટ રીંગ રોડ ઉપરથી ઝડપી લેવામાં આવ્યો છે, તેને રિમાન્ડ પર લઈને આ કેસમાં વધુ પૂછતાછ કરવામાં આવતા અનેક હકીકતો સામે આવી છે.
તેની પાસેથી બે પાસપોર્ટ, બે લેપટોપ અને મોબાઈલ કબજે કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત જૂનાગઢ પોલીસે હાલ તપાસમાં પ્રાથમિક તબક્કે આ શખ્સે અત્યાર સુધીમાં 50 જેટલા મોબાઈલ નંબરોનો ઉપયોગ કર્યો હોવાનું તેમજ અલગ અલગ બેંકમાં તેમના નામે 60 જેટલા બેંક એકાઉન્ટ હોવાની વિગતો ખુલવા પામી છે, જેમાં અંદાજે હાલ 22 લાખ જેવી રોકડ રકમ મળી આવતા તેના બેંક એકાઉન્ટ હાલ ફ્રીજ કરવામાં આવ્યા છે.
ઝડપાયેલા ટોળકીના આ શખ્સ દ્વારા 65.51. લાખની વધુ ઠગાઈ નો ભેદ પણ પોલીસે ઉકેલ્યો છે અલીબોરે અત્યાર સુધીમાં અનેક રાજ્યોમાં અનેક લોકોને ફેક્સબુકના માધ્યમ થી ફ્રેન્ડ બનાવી વિશ્વાસમાં લઈને પાર્સલ છોડાવવાના બદલામાં નાણા પડાવ્યાનું સામે આવ્યું છે, જેમાં પશ્ચિમ બંગાળ માંથી 19 લાખ, બિહાર માં 08 લાખ, સુરત માં 20 હજાર, વારાણસી માંથી 37 લાખ, મોરબીમાં 18 હજાર, કાનપુરમાં 21 હજાર, ભરૂચમાં 06 હજાર સહીત 10 જેટલા અલગ અલગ ફ્રોડ કર્યાનો ખુલાસો પણ પોલીસ સમક્ષ કર્યો છે.
આ કામગીરીમાં સાયબર સેલ ની ટીમના પી.આઇ આર.વી. વાજા પી.એસ.આઈ એસ.જી.ચાવડા, એચ.એન.ચુડાસમા, વી.એમ.જોટાણીયા, એન.એ.જોષી, એ.બી.નંદાણીયા સહિતના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી આખું મિશન પાર પાડ્યું હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here