Home Uncategorized જૂનાગઢ ભવનાથ ખાતે વર્ષો જૂની ત્રિકમ સાહેબની જગ્યાના મહંત તરીકે ૧૦૦૮ શ્રી...

જૂનાગઢ ભવનાથ ખાતે વર્ષો જૂની ત્રિકમ સાહેબની જગ્યાના મહંત તરીકે ૧૦૦૮ શ્રી શ્રી મહામંડલેશ્વર મહેન્દ્રાનંદ મહારાજની નિયુક્તિ

જૂનાગઢ ભવનાથ ખાતે વર્ષો જૂની ત્રિકમ સાહેબની જગ્યાના મહંત તરીકે ૧૦૦૮ શ્રી શ્રી મહામંડલેશ્વર મહેન્દ્રાનંદ મહારાજની નિયુક્તિ

જૂનાગઢ ગરવા ગિરનારની ગોદમાં ભવનાથ ખાતે વર્ષો જૂની ત્રિકમ સાહેબની જગ્યાના મહંત તરીકે ૧૦૦૮ મહામંડલેશ્વર મહેન્દ્રાનંદ મહારાજને મહંત તરીકે નીમવામાં આવ્યા.

” કહેવાય છે કે જ્યાં ટુકડો ત્યાં હરિ ઢુંકડો ” જુનાગઢ ગિરનાર તળેટીમાં આવેલ દાદા ત્રિકમ સાહેબની જગ્યા આવેલી છે ઇતિહાસ મા આ વાત અમર છે કે ભવનાથ મા આવેલી આમલી પાસે બેસીને દાદાએ ભજન કરેલું ઊંચો રે ગરવો દાતાર ગિરનાર આવી આવી અલખ જગાયો બેની મારે ઓતર દિશાથી એક રમતો જોગી આયો. સાહેબ સંપ્રદાય ના સંત અને આગવુ વ્યક્તિત્વ અને સરળ સ્વભાવ થી જાણીતા સંત ત્રિકમ સાહેબ ગુરુ ભક્તિનું આગવું ઉદાહરણ હતા .
ત્રિકમ સાહેબ ની જગ્યા અત્યાર સુધી કાંતિબાપુ અને તેમનો પરિવાર ચલાવતા હતા. સહ પરિવાર સાથે રાજી ખુશી થી આ જગ્યા નો વિકાસ થાય અને જૂની પરંપરા જળવાઈ રહે અને આવનાર યાત્રિકો , શ્રદ્ધાળુઓ ને આ જગ્યા મા ઉતારા ,રહેવા ,જમવાનો લાભ મળે અને ભવનાથ યોજાતા પ્રસંગો મા ત્રિકમ સાહેબ ની જગ્યા બધા માટે ઉપયોગી બને તે હેતુ થી અઘ્યક્ષ હરિગીરી મહારાજ ,ઇન્દ્રભારતી બાપુ,પુનિત મહારાજ અને જૂનાગઢના દસનામ જૂના અખાડા, અગ્નિ અખાડા ,આહવાન અખાડા, ના અગ્રણી સંતોની હાજરીમાં પરમ પૂજ્ય શ્રી શ્રીજૂનાગઢ ભવનાથ ખાતે વર્ષો જૂની ત્રિકમ સાહેબની જગ્યાના મહંત તરીકે ૧૦૦૮ શ્રી શ્રી મહામંડલેશ્વર મહેન્દ્રાનંદ મહારાજની નિયુક્તિ મહામંડલેશ્વર મહેન્દ્રનંદ ગીરી મહારાજને મહંત તરીકે નીમવામાં આવ્યા અને પરમ પૂજ્ય બાપુશ્રીએ પણ મીડિયાની હાજરી માં સર્વ સંતોની હાજરીમાં પ્રતિજ્ઞા કરી આ જગ્યા નો સર્વાંગી વિકાસ કરશે કાંતિ બાપુ અને તેમના પરિવાર હંમેશા સાથે રાખી આ જગ્યાના જે સેવક ગણ છે તે લોકોને પણ અગ્રેસર માન સન્માન રહેશે એ સાથે સંતો એ કીધું છે ને ટુકડો ત્યાં હરિ ઢુકડો આવું ને સાર્થક કરવા અખંડ અન્નક્ષેત્ર ચાલુ થશે. એ સાથે જતી સતી સાધુ સંતો અને સેવકોને ઉતારા માટે રહેવાની અને જમવાની સારી વ્યવસ્થા કરવામાં આવશે…

વનરાજ ચૌહાણ જૂનાગઢ દ્વારા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here