Home Uncategorized જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી, જૂનાગઢ ખાતે ફાયર સેફટી અંગેની મોક ડ્રીલ યોજાઈ

જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી, જૂનાગઢ ખાતે ફાયર સેફટી અંગેની મોક ડ્રીલ યોજાઈ

જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી, જૂનાગઢ ખાતે ફાયર સેફટી અંગેની મોક ડ્રીલ યોજાઈ


 
આપત્તિ સમયે માનવ સમુહ દ્વારા કયા પ્રકારે પ્રતિસાદ આપવામા આવે તે ખુબજ મહત્વની બાબત હોય છે, આ બાબતના મહ્ત્વને ધ્યાને લઈ, જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી, જૂનાગઢ ખાતે યુનિવર્સીટીના માન. કુલપતિશ્રી ડો. વી. પી. ચોવટીયાની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ ફાયર સેફટી અંગેની મોક ડ્રીલ તા. ૨૬/૦૩/૨૦૨૧ના રોજ યોજાઈ હતી. આ મોક ડ્રીલનું આયોજન યુનિવર્સીટી ભવન ખાતે કરવામાં આવેલ. જે મુજબ કચેરીમાં ઇલેક્ટ્રિક શોર્ટ સર્કીટના કારણે  કમ્પ્યુટર સેટમાં આગ લાગતા યુનિવર્સીટીની ડીઝાસ્ટર રીપોસ્ન્સ ટીમ દ્વારા તુરંત પ્રતિક્રિયા આપતા ઇલેક્ટ્રિક સપ્લાય બંધ કરવામાં આવેલ, ફાયર એલાર્મ વગાડી કચેરીમાં હાજર તમામ અધિકારી/ કર્મચારીઓને સલામત સ્થળે ઇવેક્યુએટ કરવામાં આવેલ અને સર્ચ અને રેસ્ક્યુ હાથ ધરી ફસાયેલા કર્મચારીઓને રેસ્ક્યુ ટીમ દ્વારા સલામત સ્થળે ખસેડી  પ્રાથમિક સારવાર આપી એમ્બ્યુલન્સ દ્વારા વધુ સારવાર માટે યોગ્ય હોસ્પીટલમાં ખસેડવામાં આવેલ, તેમજ આગને કઈ રીતે કાબુ લેવા માટે ફાયર એક્ષીગ્યુટર દ્વારા વધુ આગ ન ફેલાય તે માટે કઈ સાવચેતી રાખવમાં આવેલ તથા  ફાયર બ્રિગેડને જાણ કરી આગને કાબુમાં લેવામાં આવી હતી. આ રીતે મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતું. આ મોકડ્રીલમાં જીલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર, આરોગ્ય વિભાગ, તથા જૂનાગઢ મહાનગરપાલિકાનાં ફાયર સેફટી વિભાગના કર્મચારીઓએ સહકાર પૂરો પડેલ હતો. આ મોકડ્રીલને સફળ બનાવવા કુલસચિવશ્રી, ડો. પી. એમ. ચૌહાણ, નિયામકશ્રી વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃતિઓ ડો. વી. આર. માલમ, ડો. ડી. એસ. થાનકી, ડો. કે. સી. પટેલ, ડો. પી મોહનોત અને તેમની ટીમ તથા જીલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્રના શ્રી કે. એસ. ત્રિવેદી તથા શ્રી મયુર પરમારએ જહેમત ઉઠાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here