Home Uncategorized જૂનાગઢના માળિયા હાટીનામાં પરિણીત મહિલા સાથે વારંવાર દુષ્કર્મ આચર્યુ

જૂનાગઢના માળિયા હાટીનામાં પરિણીત મહિલા સાથે વારંવાર દુષ્કર્મ આચર્યુ

જૂનાગઢના માળિયા હાટીનામાં પરિણીત મહિલાને લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ

જૂનાગઢના માળીયાહાટીના તાલુકામાં ત્યક્તા મહિલાને લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાતાં સમગ્ર માળિયા પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે.પોલીસે ફરિયાદીની ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપીને ઝડપી લીધો હતો આરોપીના કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે આરોપીને જેલહવાલે કર્યો હતો. બનાવની પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીનાના જશાપરા કોલેજની બાજુનાં વિસ્તારમાં રહેતી મહિલાએ પોલીસને એવા મતલબની ફરિયાદ આપી હતી કે આરોપી પંકજ રમેશભાઇ માકડીયા રહે.વેરાવળ ભાલકા વાળો ખાનગી કંપનીમાં નોકરી કરતો હોય આ આરોપી પંકજ માકડીયાએ ફરીયાદી સાથે ફોન ઉપર મીઠી મીઠી વાતો કરી તેને ભોળવી લગ્ન કરવાની લાલચ આપી ફરીયાદી તથા તેમની દીકરીને સારી રીતે રાખીશ તેમ કહી પ્રેમજાળમાં ફસાવતા ગત તારીખ ૨૪ ઓગસ્ટના રોજ ફરિયાદી પોતાની દીકરીને પોતાના માવતરને ત્યાં રાખી આરોપી સાથે ભાગી ગયેલ બાદમાં આરોપીએ રાજકોટ લઇ જઇ ફરિયાદી સાથે લગ્ન કર્યા વગર તેમની મરજી વિરૂધ્ધ તેમની સાથે વારંવાર શરીરસુખ માણી દુષ્કર્મ આચર્યું હતું. ફરિયાદીએ આરોપી પંકજ માકડિયાને લગ્ન કરવાનું કહેતા આરોપી એકદમ ઉશ્કેરાઈ જઈ ફરિયાદી સાથે મારકુટ કરી ફરીયાદી તથા તેના પિતા ને ફોન ઉપર ભુડીગાળો આપી ગુન્હો કર્યા બાબત પોલીસને ફરિયાદ આપતા પોલીસે આઇ.પી.સી.કલમ ૩૭૬, ૩૭૬(ર)(એન), ૩૨૩, ૫૦૪ અન્વયે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા હતા.આરોપી ગણતરીના કલાકોમાં પોલીસના હાથમાં આવી જતા તેને કોર્ટ સમક્ષ રજૂ કરતા નામદાર કોર્ટે તેને જેલ હવાલે કર્યો હતો બનાવની તપાસ માળીયા પોલીસ સ્ટેશન પી.એસ.આઇ.એસ.આઇ.મંધરા ચલાવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે ઘટનાના પગલે સમગ્ર માળિયા પંથકમાં ચકચાર મચી જવા પામ્યો હતો.હિતશ જોષી….. જૂનાગઢ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here