Home Uncategorized જુનાગઢ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ બન્યું બાહુબલી ફિલ્મનો સેટ

જુનાગઢ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ બન્યું બાહુબલી ફિલ્મનો સેટ

જુનાગઢ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ બન્યું બાહુબલી ફિલ્મનો સેટ

ભાજપ અને કોંગી મહિલા કોર્પોરેટર આમને-સામને થતાં જનરલ બોર્ડમાં હોલિકા પ્રગટી

વનરાજ ચૌહાણ……જૂનાગઢ

જુનાગઢ મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં આજે મહિલા કોર્પોરેટર મંજુલાબેન પરસાણા કે જે તેમના પ્રશ્નો રજૂ કરતાં હતાં તે સમયે તેમના પ્રશ્નોના ન સાંભળતા શાસકો સામે હોબાળો કર્યો હતો ત્યારે મહિલા કોર્પોરેટરના મુખમાંથી અપશબ્દ નીકળી જતા ભારે હંગામો મચી જવા પામ્યો હતો તે સમયે જ જનરલ બોર્ડની અંદર અધ્યક્ષશ્રી એટલે કે મનપાના મેયર ધીરુ ભાઈ ગોહેલ દ્વારા તુરંત જ કોંગી મહિલા કોર્પોરેટરને જનરલ બોર્ડમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા ત્યારબાદ કોંગ્રેસના શહેર પ્રમુખ અમીતભાઈ પટેલ જનરલ બોર્ડની અંદર પરમિશન વગર ઘુસી જતા ફરી હંગામો મચી જવા પામ્યો હતો અને ભાજપ દ્વારા અમિત પટેલને બાર જવા મજબુર કરાયા હતા ત્યારે પોલીસ દ્વારા લોકોને જનરલ બોર્ડ માંથી દૂર કરવામાં આવ્યા હતા પરંતુ અંતે આજનું મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ ગરમાગરમી જેવા માહોલમાંથી સમાપ્ત થયું હતું બાદમાં મહાનગરપાલિકાના ગેટ પાસે કોંગ્રેસ દ્વારા બજેટની હોળી કરી હતી અને અંતે મહિલા કોર્પોરેટરનું બી.પી લો થતા અને તેના પગમાં ઇજાઓ થતાં તેમને ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને કહેવાયું હતું કે સરકાર એક તરફ સ્ત્રી સશકિત કરણની વાતો કરે છે તો બીજી તરફ કૉંગ્રેસના મહિલા કોર્પોરેટ મંજુલાબેનના પ્રશ્નો ન સાંભળતા પોતે કેસ દાખલ કરવાનું જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here