Home Uncategorized જામનગરના કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલની લંડનથી ધરપકડ : કિરીટ જોશીની હત્યાના ત્રણ...

જામનગરના કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલની લંડનથી ધરપકડ : કિરીટ જોશીની હત્યાના ત્રણ આરોપી કલકત્તાથી ઝડપાયા

જામનગરના કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલની લંડનથી ધરપકડ : કિરીટ જોશીની હત્યાના ત્રણ આરોપી કલકત્તાથી ઝડપાયા 

જામનગર. તા ૧૭ જામનગરના કુખ્યાત બનેલા જયેશ પટેલ કે જેની સામે બનેલા હત્યા લૂંટ ખંડણી હત્યાની કોશિશ સહિતના ત્રણ ડઝનથી પણ વધુ અપરાધોમાં સંડોવાયેલા અને કુખ્યાત ભૂમાફિયા બની ચૂકેલા જયેશ મુળજી રાણપરીયા એટલે કે જયેશ પટેલ લંડનથી ઝડપાયો હોવાની વાત સામે આવી છે અને જોગાનુજોગ જામનગર પોલીસે એક ઓપરેશન પાર પાડીને એડવોકેટ કિરીટ જોશીની હત્યાના ત્રણ આરોપીઓને કલકતાથી જામનગર પોલીસે ધામા નાખી ઝડપી લીધા છે અને ગઈકાલે સાંજે જામનગર આવી પહોંચ્યા છે જામનગર પોલીસે આપેલી માહિતીના આધારે લંડન પોલીસ આ કાર્યવાહી કરી હતી આ બનાવને જામનગર પોલીસ લંડન પોલીસના સતત સંપર્કમાં છે અને કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલને ગુજરાત લાવવા અંગેની કાર્યવાહી પણ શરૂ થઈ ગઈ છે ભૂમાફિયા જયેશ પટેલ નાનીસૂની ગુનાખોરીથી શરૂ થઈને એક અઠંગ અપરાધી બન્યા બાદ જમીનો કબજો કરી અને કુખ્યાત ભૂમાફિયા બન્યો હતો ત્યાર પછી પોતાના ઇશારે જયેશ પટેલ સંખ્યાબંધ અપરાધોને અંજામ આપ્યો હતો વર્ષ ૨૦૧૮ થી જયેશ પટેલની ટોળકી સક્રિય બની હતી અને જામનગરમાં આ ગેંગ વાસ્તવમાં કાળો કેર વર્તાવ્યો હતો વર્ષ ૨૦૧૮ નાં તત્કાલીન પોલીસ વડા પ્રદીપ સેજુળ દ્વારા ભૂમાફિયાને પકડવા માટે અનેક કોશિશ કરાઈ હતી જે નાકામયાબ રહી હતી એક વખત પોલીસના સકંજામાં આવી ગયા બાદ આ ભૂમાફિયા એડવોકેટની હત્યા બાદ દેશ છોડીને નાસી ગયો હતો અને ત્યારબાદથી તેણે બહાર બેસીને ઓપરેટીંગ કર્યું હતું સમય અંતરે જયેશ પટેલ જુદા જુદા દેશમાં હોવાના વાવડ મળતા હતા આ કુખ્યાત ભૂમાફિયાની ઓડિયો વીડિયો મેસેજ વાયરલ થતાં હતા પરંતુ જયેશ પટેલ ક્યાં છે…? તે કોઈ જાણતું ન હતું દરમિયાનમાં જામનગર પોલીસે આ કુખ્યાત ભૂમાફિયાના ત્રણ સાગીરતોને કલકત્તાથી ઝડપી લીધા બાદ એવી પણ હકીકત સામે આવી છે કે ભૂમાફિયા જયેશ પટેલ લંડનમાં પકડાઈ ગયો છે દરમિયાન જામનગરના ટાઉનહોલ પાસે વર્ષ ૨૦૧૮ ની સલમા જાણીતા એડવોકેટ કિરીટ જોશીની ઘાતકી હત્યા નિપજાવવામાં આવી હતી આ ચકચારી પ્રકરણમાં જામનગર પોલીસે અગાઉ આ પ્રકરણમાં આરોપીઓને ઝડપી લીધા હતા જ્યારે હત્યા કરનાર સોપારી આપનાર અને મદદગારી કરનાર શખ્સો નાસતા ફરતા હતા દરમિયાનમાં જિલ્લા પોલીસ વડા દીપેન ભદ્રનની નિમણુક બાદ ભૂમાફિયા જયેશ પટેલના સામ્રાજ્યને નેસ્તનાબૂદ કરવા સ્પેશિયલ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં પોલીસની કાબિલે કામગીરી દરમિયાન એડવોકેટ હત્યા પ્રકરણમાં ત્રણ આરોપી કલકત્તા માંથી જામનગર પોલીસે વધુ એક ઓપરેશન પાર પાડી દબોચી લીધા છે આ ત્રણેય આરોપીને ગઈકાલે સાંજે જામનગર લાવવામાં આવ્યા છે સધન પુછપરછ બાદ ત્રણેય આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે એડવોકેટની હત્યા માટે અઢીથી ત્રણ કરોડની સોપારી ભૂમાફિયા જયેશ પટેલ દ્વારા અમદાવાદ રાજસ્થાનના શખ્સોને આપવામાં આવી હોવાનું જે તે વખતે જાહેર થયું હતું જામનગરના જાણીતા એડવોકેટ કિરીટ જોશી ગત ૨૯ એપ્રિલ ૨૦૧૮ ના મોડી સાંજના પોતાની ટાઉન હોલ જ્યોત ટાવર ચોથા માળ ખાતેની ઓફિસથી નીચે ઉતરીને ઘર તરફ જવા માટે નીકળ્યા હતા ત્યારે ટાઉન હોલ નજીક પાર્ક કરેલી પોતાની કાર પાસે પહોંચતા બાઇકમાં આવેલા બે શખ્સો કિરીટભાઈ કાંઇ સમજે વિચારે એ પહેલા શખ્સે નીચે ઉતરી આડેધડ છરીના ઘા ઝીકી દેતા કિરીટભાઈ લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યા હતા અને આરોપીઓ બાઈકમાં ફરાર થઈ ગયા હતા દરમિયાન કિરીટભાઈ જોશીનું મોત થયું હતું લોકોના ટોળા એકત્ર થયા હતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને જુદીજુદી ટુકડીઓ અને આરોપીઓનું પગેરું દબાવવા સંખ્યાબંધ સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા ચારે બાજુ તપાસનો ધમધમાટ આદર્યો હતો જામનગર સહિત રાજ્યમાં ભારે ચકચાર સાથે અરેરાટી ફેલાઈ ગઈ હતી બીજી બાજુ મુતકના ભાઈ એડવોકેટ અશોકભાઈ જોશી દ્વારા સીટી બી ડિવિઝનમા જયેશ પટેલ અને તેના સાગરીતો અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ભૂમાફિયાના કહેવાથી એડવોકેટની હત્યા થયાનું બહાર આવતા ભારે ચકચાર મચી હતી જુદા જુદા સંગઠનો દ્વારા આરોપીઓને તાકીદે પકડી પાડવા આવેદનપત્રો આપવામાં આવ્યા હતા રાજ્યભરમાં ગાજેલા અતિચકચારી એડવોકેટ કિરીટ જોશી હત્યાકેસમાં જુદી જુદી ટુકડીઓને કામે લગાડીને જામનગર પોલીસે રાજસ્થાન અમદાવાદ વિગેરે દિશામાં તપાસ લંબાવી હતી દરમિયાનમાં રાજસ્થાન અને અમદાવાદના સાત શખ્સોને પકડી પાડવામાં આવ્યા હતા જેમાં રાજસ્થાન ખાતે હત્યાનું કાવતરું ઘડાયું હોવાનું અને જયેશ પટેલ કરોડોની સોપારી આપી હોવાનું ખુલ્યુ હતું જયેશ પટેલ અને હત્યાકેસના આરોપીનો જે તે વખતે જેલમાં સંપર્ક થયો હતો અને હત્યા અંગેનો પ્લાન બનાવવામાં આવ્યો હતો પકડાયેલા આરોપીઓને રિમાન્ડ પર લીધા હતા જેમાં વધુ કેટલી ચોકાવનારી વિગતો બહાર આવી હતી આ પ્રકરણની તપાસ એલસીબી ચલાવી રહી હતી દરમિયાનમાં જયેશ પટેલના સામ્રાજ્યને નાબુદ કરવા એસપી દીપેન ભદ્રનની ખાસ નિમણૂંક કરવામાં આવી હતી ગુજસીટોકના ગુન્હો દાખલ થયા બાદ ફરી એકવાર ચકચારી કિરીટ જોશી મર્ડર કેસ ચર્ચામાં આવ્યો હતો અને એ પછી તપાસની ગતિ વધી વધુ તેજ બની હતી એલસીબી એસઓજી સહિતની જુદી જુદી ટુકડીઓ દ્વારા અલગ-અલગ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી જામનગર પોલીસને હત્યા કેસમાં નાસતા ફરતા ત્રણ આરોપી અંગે ચોક્કસ બાતમી મળી હતી જેના આધારે જિલ્લા પોલીસ વડા દીપેન ભદ્રન એ એસ પી નિતેશ પાંડેયનાં માર્ગદર્શન હેઠળ એલસીબી પી.આઈ ચૌધરી એસ.ઓ.જી પી.આઈ નિનામા તથા એલ.સી.બી પી.એસ.આઇ ગોજિયા પી.એસ.આઇ ગોહિલ પી.એસ.આઇ દેવમુરારી એસ ઓ જી પી.એસ.આઇ વિછી પી.એસ.આઇ ગઢવી સહિતનો પોલીસ કાફલો તપાસમાં જોડાયો હતો વિગતોના આધારે જામનગર પોલીસ દ્વારા કલકત્તા ખાતે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું એડવોકેટ કિરીટ જોશી હત્યા કેસમાં આરોપી હાર્દિક ઠક્કર (પુજારા ) જયંત ગઢવી અને દિલીપ ઠક્કરને ઝડપી લીધા છે ત્રણેયની પ્રાથમિક પૂછપરછ કરી હતી તેમજ ઓળખ પરેડ કરવા અને રિમાન્ડ પર લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે પકડાયેલા આરોપી હાર્દિક પુજારા,જયંત ગઢવી અને દિલીપ ઠક્કરને કલકત્તાથી ગઈકાલે સાંજે જામનગરમા લાવવામાં આવ્યા છે એડવોકેટ મર્ડર કેસમાં જામનગર પોલીસને મોટી સફળતા મળી છે પકડાયેલા ત્રણેય આરોપીની પૂછતાછમાં વધુ કેટલીક ચોંકાવનારી વિગતો બહાર આવશે તેમ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે ઉલ્લેખનીય છે કે આ કેસમાં કરોડોની સોપારી આપવામાં આવી હતી વર્ષ 2018 ના ચકચારી કેસમાં વધુ એક સફળતા જામનગર પોલીસને સાંપડી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here