Home Uncategorized ગીર ગઢડાના ખિલાવડ ગામે યુવતી ઉપર હાસમ નામના ૬૦ વર્ષના ઢગાએ દુષ્કર્મ...

ગીર ગઢડાના ખિલાવડ ગામે યુવતી ઉપર હાસમ નામના ૬૦ વર્ષના ઢગાએ દુષ્કર્મ આચર્યું

ગીર ગઢડા તાલુકાના ખિલાવડ ગામે યુવતી ઉપર હાસમ નામના ૬૦ વર્ષના ઢગાએ દુષ્કર્મ આચર્યું

માનવતાને શર્મશાર કરે તેવી વધુ એક ઘટના ગીર ગઢડા તાલુકાના ખિલાવડ ગામે સામે આવી છે.

ગીર ગઢડા તાલુકાના ખિલાવડ ગામે હિન્દુ સમાજની ૧૮ વર્ષની યુવતી પર તેનાજ ગામના મુસ્લિમ સમાજના ૬૦ વર્ષના નરાધમે ઘરમાં એકલી હોવાનો ફાયદો ઉઠાવી તેમનાજ ઘરના ઘૂસી દુષ્કર્મ આચર્યું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર ગીર ગઢડા તાલુકાના ખિલાવડ ગામે રહેતી ૧૮ વર્ષની યુવતી તેમના માતા પિતા અને ભાઈ સુરત લગ્ન પ્રસંગે ગયેલ હોવાથી એકલી હતી અને પોતાનું રોજીંદુ કામ પતાવી પોતાના રૂમમાં સૂતી હતી ત્યારે તેનાજ ગામના હાસમ ઉર્ફે માનસિહ અડધી રાત્રે ઘરમા ઘુસી મોઢે મુંગો દઈ તેના પર દુષ્કર્મ આચર્યું હતું
તેમ છતાં યુવતીએ હિંમત કરી તેના ફળિયામાં રહેતા તેના કાકાને બૂમ પાડતા આ નરાધમ નાસી છૂટ્યો હતો
આ યુવતીની બૂમ સાંભળી અને તેના કાકા કાકી જાગી ગયા હતા અને તેના કાકા આ નરાધમને પકડવા પાછળ પણ ગયેલ પાણ આ નરાધમ નાસી છૂટ્યો હતો.
બનાવની સમગ્ર જાણ યુવતીએ તેના કાકા કાકીને કરતા ગીર ગઢડા પોલીસ સ્ટેશનમાં આ નરાધમ હાસમ ઉર્ફે માનસિંહ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી

ગીર ગઢડા પોલીસે પણ તાત્કાલિક આ નરાધમને પકડી પાડયો હતો અને તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ ઘટનાની જાણ ખિલાવડ તેમજ આજુ બાજુના વિસ્તારમાં થતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને આ નરાધમને કડકમાં કડક સજા મળે તેવી લોકોમાં માંગ ઉઠી છે.

વિશાલ ચૌહાણ દ્વારા
ગીર ગઢડા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here