ખીલાવડ ની દીકરી પર દુષ્કર્મ આચરનાર ને તત્કાલ નિર્ણયથી કડક સજા આપવા માટે સમસ્ત ખીલાવડ નાં સુરત રહેતા આગેવાનો દ્વારા સુરત ખાતે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું.
પીડિતા ને તેમજ પરિવાર ને પુરતી સુરક્ષા આપવામાં આવે તેમજ તેને ધાક ધમકી આપતા ઈસમો વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે: સુરેશભાઈ ખેની તમજ રાજુભાઈ અકબરી વિપુલભાઈ બાબરીયા સંજયભાઈ બાલધા દિનેશભાઈ કંથીરીયા લાલજીભાઈ સાવલીયા કિશોરભાઈ પડશાલા મનસુખભાઈ મેશીયા ભગવાનભાઈ બોદર રાજુભાઈ ગોળવિયા રણશોડ ગોઠડીયા શૈવરોપ સાવલીયા ગોરધનભાઈ અમીપરા રુપેશભાઈ મહેતા તેમજ ખીલાવડ ગામ પરીવાર
ખિલાવડ ગામે 21 3 2021 ના રાત્રે 18 વર્ષની યુવતી પર 60 વર્ષના શખ્સ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું એ ઘટના નો ખીલાવડ સમસ્ત પરીવાર દ્વારા સખત વિરોધ દર્શાવવા મા આવ્યો. આ અનુસંધાને તારીખ 26 3 2021 ના રોજ ખીલાવડ સમસ્ત ગામ પરીવાર દ્વારા સુરત પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને તેમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આ ઘટના દુઃખદ અને અનિચ્છનીય છે અને આવા નરાધમ વહેલી તકે પોસ્કો ની સજા આપવામાં આવે નહીં તો આવા રાક્ષસ સમાજમાં બેફિકર થઈ ને ફરતા રહેશે અને વારંવાર આવા ગુનાઓ આચરતા રહેશે. આ સાથે સુરેશભાઈ ખેની એ શ્રી પ્રાંત અધિકારી ને એ પણ જણાવ્યું હતું કે આ કેસ ને ફાસ્ટ ટ્રેક કોર્ટ મા મૂકવામાં આવે માટે આ નરાધમને વહેલી સજા આપી શકાય. હાલ આ કેસ ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહ્યો હોય એવું પ્રતિત થઈ રહ્યું છે.
પીડિતા અને એના પરિવારને અનેક પ્રકારની ધાક ધમકીઓ પણ આપવામાં આવી રહી છે તો તેમને પૂરતું સંરક્ષણ આપવામાં આવે અને આ ધમકીઓ આપનાર ઈસમો વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી ખીલાવડ ગામ સમસ્ત દ્વારા માંગ કરવામાં આવી છે.
સુરેશભાઈ ખેની સાથે વાત કરતા તેમને આ ઘટના પ્રત્યે પોતાનો રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આવા અપરાધીઓને ફાંસીની સજા મળવી જોઈએ. તેમજ આમને જામીન મળવા પાત્ર ના હોવા જોઈએ અને આ દીકરીને અને તેના પરિવારને પણ સુરક્ષા પૂરી પાડવી જરૂરી છે આ કેસમાં તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની ઢીલાશ રાખવામાં ન આવે તેવી પણ માંગ કરી હતી.
સુરેશભાઈ ખેની તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર ઘટનાનો વિરોધ દર્શાવ્યો હતો.
વિશાલ ચૌહાણ દ્વારા