Home Uncategorized કોરોના સામે કઈ રીતે લડશો ? મિતેશ હડિયા ( મંત્રી NSUI સુરત...

કોરોના સામે કઈ રીતે લડશો ? મિતેશ હડિયા ( મંત્રી NSUI સુરત શહેર )

ખોટી અફવાઓથી દૂર રહેવું જોઈએ

કોરોના સામે કઈ રીતે લડશો.?

હાલમાં કોરોના ( Covid 19 ) વાયરસ સમગ્ર દેશમાં હાહાકાર મચાવી રહ્યો છે.ખાસ કરીને વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં પરિસ્થિતિ ખૂબ ગંભીર બની છે.

કોરોના સામે લડવા માટે આપણા શરીરની અંદર રોગપ્રતિકારક શકિત વધારવી જરૂરી છે.જેમાં આપણે દેશી ઘરેલું ઉપચાર કરી , હોમિયોપેથીક મેડિસિન Arsenic Album ત્રણ દિવસ લેવાથી પણ શરીરમાં રોગપ્રતિકારક શકિત વધે છે.

તમામ મિત્રોને લોકાદેશ દૈનિક તરફથી વિનંતી કરું છું કે માસ્ક અવશ્ય પહેરો , કામ સિવાય ઘરની બહાર જવાનું ટાળો , સેનીટાઇઝરથી હાથ વારંવાર સાફ રાખો.માનસીક રીતે મજબૂત બનીએ અને અફવાઓથી દૂર રહીએ..

માસ્ક અને મોજા ઉપયોગી થાય ખરા ?

બજારમાં મળતાં કાપડના સાદા માસ્કથી ચેપથી બચી શકાતું નથી. કારણ એ કે તે બહુ ઢીલા હોય છે, આંખેને ઢાંકતા નથી અને લાંબો સમય પહેરી શકાતા નથી.

ચેપ લાગ્યો હોય તે વ્યક્તિએ માસ્ક પહેર્યો હોય તેનાથી તેમના છાંટા બહાર ઊડતાં અટકે છે.

યાદ રાખો કે Sars-CoV-2 વાઇરસનો ચેપ લાગ્યો હોય, તેમાંથી ઘણી વ્યક્તિઓને બીમારીનાં કોઈ લક્ષણો દેખાતાં નથી. તેથી બીજા લોકો વચ્ચે જઈએ ત્યારે માસ્ક પહેરી રાખવામાં કંઈ ખોટું નથી.

મોજાં વિશે પણ WHO કહે છે કે તે પહેર્યાં પછીય ચેપ લાગી શકે છે. મોજું પહેર્યું હોય અને પછી તેનાથી ચહેરાને અડવામાં આવે તો ચેપ લાગવાની શક્યતા રહે જ.

WHOના જણાવ્યા અનુસાર મોજાં પહેરવાં કરતાંય હાથને વારંવાર સાબુ અને પાણીથી ધોવાથી Covid-19 સામે વધારે રક્ષણ મળે છે.

ખોટી અફવાઓથી દૂર રહેવું જોઈએ :

મોટા ભાગે એવા સંદેશા મોકલાતા હોય છે જેમાં સામાન્ય રીતે ઠીકઠાક સલાહ હોય છે, પરંતુ તેમાં ઘણા દાવા પણ હોય છે જે સામાન્ય રીતે ગુમરાહ કરનારા અને નુકસાનકારક પણ હોય છે.

આવા સંદેશા વારંવાર સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ પર મોકલવામાં આવતા હોવાથી તેને ટ્રૅક કરવાનું મુશ્કેલ થઈ જાય છે.ભારતની મુખ્ય બે મેડિકલ સંસ્થા અને એક મુખ્ય ભારતીય ડૉક્ટરે વૉટ્સઍપ ગ્રૂપ પર મોટા પાયે શૅર થતા આવા એક નકલી સંદેશાની આલોચના કરી છે, જેમાં તેમના નામે સ્વાસ્થ્યસલાહ અપાઈ છે.

આ સંદેશમાં વાઇરસથી બચવા માટે સાવધાની રાખવાની એક લાંબી યાદી અપાઈ છે. તેમાં સામાજિક અંતર, ભીડભાડથી બચવા અને સાફસફાઈ રાખવા જેવી કામની ચીજો સામેલ છે.પરંતુ તેમાં શાકાહારી બનવાની પણ સલાહ અપાઈ છે. તેમજ બૅલ્ટ, વીંટી કે હાથ પર ઘડિયાળ પહેરવાથી બચવાની પણ સલાહ અપાઈ છે.આમાંના કોઈ પણ ઉપાયથી વાઇરસથી બચવામાં મદદ મળતી હોવાનું કોઈ પ્રમાણ નથી.કોવિડ-19ને લઈને WHOએ આપેલી પોષણસંબંધી સલાહમાં પ્રોટિનની સાથે ફળ અને શાકભાજી લેવાની વાત કરી છે.

મુકેશ જીંજાળા દ્વારા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here