Home Uncategorized ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા કોરોના મહામારીમાં આરોગ્યની સુવિધા અર્થે રૂ. ૧૦ લાખ...

ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા કોરોના મહામારીમાં આરોગ્યની સુવિધા અર્થે રૂ. ૧૦ લાખ ફાળવ્યા

કોરોના મહામારીમાં આરોગ્યની સુવિધા અર્થે રૂ. ૧૦ લાખ ફાળવતા ધારાસભ્ય અમરીશ ડેર

હાલ સમગ્ર વિશ્વ તેમજ ભારતમાં કોરોના મહામારીએ વરવું સ્વરૂપ ધારણ કર્યું છે.ત્યારે પ્રજાએ ચૂંટેલા પ્રતિનિધિની પોતાના મતદારો પ્રત્યેની ફરજના ભાગરૂપે રાજુલા જાફરાબાદના જાગૃત ધારાસભ્ય અમરીશભાઈ ડેરે પોતાની ધારાસભ્ય તરીકેને મળતી ગ્રાન્ટમાંથી રૂ. ૧૦ લાખ કોરોના મહામારી સામે લડવા આરોગ્ય વિભાગની વિવિધ જરૂરી ખરીદી અર્થે રાજુલા જાફરાબાદ વિસ્તારના લોકોના ઉપયોગ માટે ફાળવ્યા છે.
રાજુલા જાફરાબાદના જાગૃત ધારાસભ્ય અમરીશભાઈ ડેર દ્વારા રાજુલા જાફરાબાદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકોને હાલ કોરોના મહામારીમાં જરૂરી remdesivir ઇન્જેક્શન,મેડિકલ કીટ,માસ્ક,સેનીટાઇઝર,ઓક્સિજન સિલિન્ડર,થર્મલ સ્કેનર,આઇસોલેશન ઇકવીમેન્ટ જેવી જરૂરિયાતની ખરીદીઓ માટે પોતાની ગ્રાન્ટમાંથી રૂ. ૧૦ લાખ ફાળવ્યા છે. હાલ કોરોના મહામારી વચ્ચે જાગૃત ધારાસભ્ય અમરીશભાઈ ડેરના આ નિર્ણયની લોકોએ પ્રશંસા કરી છે.

આતાભાઇ વાઘ દ્વારા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here