સંકલન મૂળશંકર જાળેલા
કેસુડાના કેસરિયા માહોલ વગર ધુળેટી અધૂરી અને ઔષધ તરીકે પણ ઉપયોગી
પર્ણ ઓછા ને ફૂલ ઝાજા જુઓને લચી પડ્યો આ કેસુડો
કેસૂડાની કળીએ બેસી ફાગણીયો લહેરાયો
વનરાય ના ફૂલો ના મહારાજા કેસુડાના રંગબેરંગી ફૂલો વગર ધુળેટી અધુરી છે આદિકાળથીથી પ્રકૃતિ રંગો સાથે હોળીની ઉજવણી થતી આવી છે હોળીના આગળ ગણતરીના દિવસોને બાકી રહ્યા છે ત્યારે સમગ્ર ગોહિલવાડ પંથકમાં અંતરિયાળ વિસ્તારમાં કેસુડો સોળે કળાએ ખીલી ઉઠ્યો છે ત્યારે આજે પણ અંતરિયાળ વિસ્તારમાં રહેતા ગામ લોકો તેને નિભાવી રહ્યા છે ઔષધિ રીતે કેસુડાના ફૂલો નુ સંશોધનો પણ થઇ ચૂકયા છે ત્યારે આધુનિક યુગમાં પણ ગ્રામ્ય વિસ્તારના લોકો ધુળેટી તો કેસૂડાના ફૂલોથી જ રમે છે
ફાગણ માસ ના ધોમધખતા તાપમાં દિવસોમાં આવતા હોળી અને ધૂળેટીના પર્વ માં કેસુડો આદિકાળથી અનેરું સ્થાન પામી ચૂક્યો છે જોકે આજના આધુનિક જમાનામાં કેમિકલયુક્ત રંગોએ કેસુડાના ફૂલો ને જાણે કે ભુલાવી દીધા છે પરંતુ ગામડાના લોકો આજે પણ કેસુડાના ગુણોને સમજીને કેસુડાના રંગો સાથે ધૂળેટી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરે છે
આર્યુવેદિક દ્રષ્ટિએ ગુણકારી ગણાતા કેસુડાના ફૂલો પર ઘણા આયુર્વેદિક સંશોધન થઈ શકે છે જેમાં ચર્મરોગ અતિસાર તથા નાના બાળકોને ઉનાળાના દિવસોમાં સૂકા કેસૂડાના ફૂલોથી સ્નાન કરાવવાથી શરદી અને તાવ જેવા રોગો સામે રક્ષણ પૂરું પાડે છે કેસુડાનું પાણી પણ અતિ ઉત્તમ કારી છે જે ડાયાબીટીસ રોગ સામે પણ રક્ષણ આપે છે
ઉનાળાના ચાર મહિનાની અસહ્ય ગરમીથી રક્ષણ માટે કેસૂડો ખુબ જ ઉપયોગી છે. કેસૂડાના ફૂલને સુકવીને આખી રાત પાણીમાં પલાળી રાખ્યા બાદ તેનો પાવડર બનાવીને પાણી સાથે ભેળવીને ત્વચા પર છાંટવાથી ત્વચાનું આરોગ્ય બળબળતા તાપમાં પણ જળવાઈ રહે તેવા કેસૂડામાં ઔષધીય ગુણો રહેલા છે.ઉનાળા દરમિયાન થતા ચામડીના રોગોને માનવ શરીરથી દૂર રાખવામાં તે ઉપયોગી છે. ધૂળેટી રમવા પૂરતુ સિમિત નથી પરંતુ કેસૂડો એક અમૂલ્ય ઔષધી તરીકે અને અસંખ્ય રોગને શરીરથી દૂર રાખીને તંદુરસ્ત કાયા રાખવામાં મહત્વપૂર્ણ છે
આપણે કેસુડાને ખાખરાના ઝાડ થી પણ ઓળખીએ છીએ