Home Uncategorized ઉપરકોટના ઇતિહાસ સાથે જોડાયેલ દેવાયત આપા બોદરની પ્રતિમાને ઉપરકોટમાં સ્થાન આપવામાં ઉઠી...

ઉપરકોટના ઇતિહાસ સાથે જોડાયેલ દેવાયત આપા બોદરની પ્રતિમાને ઉપરકોટમાં સ્થાન આપવામાં ઉઠી માંગ

રાષ્ટ્ર માટે પોતાના દીકરાનું બલિદાન આપનાર

ઉપરકોટના ઇતિહાસ સાથે જોડાયેલ દેવાયત આપા બોદરની પ્રતિમાને ઉપરકોટમાં સ્થાન આપવામાં ઉઠી માંગ

રાષ્ટ્ર માટે પોતાના દીકરાનું બલિદાન આપનાર અને જૂનાગઢ(ઉપરકોટ)સાથે સંકળાયેલ પાત્ર એવા ક્ષત્રિય વીર પુરુષ આહીર દેવાયત આપા બોદરની પ્રતિમાને ઉપરકોટના કિલ્લામાં સ્થાન આપવા માટે અહીર ભાવેશ સોલંકી દ્વારા રજુઆત.
જૂનાગઢના રા’વંશના રા’નવઘણને બચાવવા માટે પોતાના દીકરા ઉગાનું બલિદાન આપનાર બોડીદરના દેવાયત આપા બોદરની પ્રતિમા ઉપરકોટ કિલ્લામાં મુકવા માટે પ્રધાનમંત્રીશ્રીને રજુઆત કરવામાં આવી હતી,જે રજુઆત પ્રધાનમંત્રીશ્રીના કાર્યાલય દ્વારા નિવાસી અધિક કલેક્ટરશ્રી જૂનાગઢને તબદીલ કરવામાં આવી હતી,નિવાસી અધિક કલેક્ટરશ્રી જૂનાગઢ દ્વારા આ રજુઆતને પુરાતત્વ અને સંગ્રહાલય ખાતાને મોકલી યોગ્ય કાર્યવાહી કરવા જણાવેલ છે ત્યારે ભાવેશભાઈ સોલંકી દ્વારા સંપૂર્ણ માહિતી સાથે પ્રવાસન મંત્રીશ્રી શ્રી જવાહરભાઈ ચાવડાને પત્ર દ્વારા રજુઆત કરી અને માંગણી કરી છે કે આપના દ્વારા આ વિષયને ગંભીરતાથી લઈ અને ઘટતું કરવામાં આવે.
વિશેષમાં ભાવેશભાઈ સોલંકીએ કહ્યું હતું કે આ માંગણી માત્ર તે પોતાની જ નહીં પણ સંપૂર્ણ રાષ્ટ્રવાદી નાગરિકોની છે,કેમ કે દેવાયત આપા બોદરે પોતાના દીકરાનું બલિદાન આહીર સમાજ માટે નહીં પણ પોતાના રાષ્ટ્ર માટે આપ્યું હતું માટે રાષ્ટ્ર માટે બલિદાન આપનાર પાત્રોના ઇતિહાસને જીવંત રાખવા જુનાગઢના ઇતિહાસ સાથે જોડાયેલ ઉપરકોટ કિલ્લામાં દેવાયત આપા ની પ્રતિમા મુકવી એ આપણા સૌ ની ફરજ છે.

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here