ઉના તાલુકાના અમોદ્રા ગામે કોરોનાની રસી આપવામાં આવી
આમોદ્રા ગામે કોરોનાંની રસી અપાઈ
ઊનાનાં આમોદ્રા ગામે ૧૩/૩ નાં રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ગામના૬૦ વર્ષથી ઉપરના ૧૧૯ તેમજ ૪૫ થી ૬૦ વર્ષ સુધીના ડાયાબિટીસ ,બી પી. વગેરે રોગ ગ્રસ્ત ૨૦ મળીને કુલ ૧૩૯ નાગરિકોને કોરોના વિરોધી રસી આપવામાં આવેલ.
આ રસી સૌ પ્રથમ સરપંચ ગોપાલભાઈ જાદવે લઈને રસીકરણ કરાવવાં ગ્રામજનોને પ્રેરણા આપેલ.
આ કામગીરીમાં આમોદ્રા આરોગ્ય કેન્દ્રનાં CHO મનીષાબેન ડાભી,FHW કમળાબેન ઝાલા, MPHW દિવ્યેશ ઝણકાટ ,સહિતનાં આરોગ્યકર્મીઓ તેમજ આશા ફેસિલિટર અને આશા વર્કર બહેનોએ સુંદર કામગીરી બજાવેલ. આ તકે સિનિયર સીટીઝન અને પત્રકાર જીતેન્દ્રભાઈ ઠાકરે પણ રસી મુકાવી ગ્રામજનોને પ્રેરણા પુરી પાડેલ.
આહીર કાળુભાઇ
તસ્વીર જીવનભાઈ કામળીયા