Home Uncategorized આહિર ઓપન ગુજરાત નાઈટ ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

આહિર ઓપન ગુજરાત નાઈટ ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

આહિર યુવક મંડળ જુનાગઢ દ્વારા તા. ૨૩ થી ૨૭ માર્ચ દરમ્યાન

આહિર ઓપન ગુજરાત નાઈટ ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

આહિર યુવક મંડળ – જૂનાગઢ દ્વારા આગામી તા. ૨૩ થી ૨૭ માર્ચ ૨૦૨૧ દરમિયાન સ્વામી વિવેકાનંદ ગ્રાઉન્ડ- જૂનાગઢ ખાતે આહિર પ્રિમિયર લીગ – જૂનાગઢ ૨૦૨૧ ઑપન ગુજરાત નાઈટ ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે.જે સમાજના યુવાનોને પ્રોત્સાહન વધારવા માટે તથા સમાજના યુવાનો,બાળકો આ પ્રકારની રમતગમત જોઇને ભવિષ્યમાં એનાથી પ્રોત્સાહિત થઈને રમતગમત કે ભણતર કોઈપણ ક્ષેત્રે ખેલદિલીથી આગળ વધે એ માટે આહિર યુવક મંડળ આયોજન દ્વારા સમાજના યુવાનોને પ્રોત્સાહિત કરવા પ્રયાસ કર્યો છે. આ ટૂર્નામેન્ટ દરમિયાન આહિર પરિવારને સહકુટુંબ પોતાના બાળકોને લઇને એકવાર દરેક કુટુંબે ટુર્નામેન્ટના ગ્રાઉન્ડ પર ફરજિયાત પણે ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવ્યું છે. સમાજના વડીલો યુવાનો બાળકોની હાજરી યુવક મંડળના આ કાર્ય માટે આશીર્વાદ સમાન રહેશે. આ પ્રસંગને એક પીકનીક ગણીને બાળકો તથા વૃદ્ધો સાથે ટુર્નામેન્ટની મજા જરૂરથી માણવા આહીર યુવક મંડળ હદયથી નિમંત્રણ પાઠવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here